જમશેદપુરમાં સરેઆમ સનકીએ યુવતીનું કાપ્યું ગળું, પેટમાં માર્યા ચાકુના ઉપરાછાપરી ઘા

લોકો તમાશો જ જોતા રહ્યા, યુવતીની સ્થિતિ ગંભીર

જમશેદપુરના જુગસલાઈ પોલીસ સ્ટેશન નજીક તાપડિયા કોમ્પ્લેક્સ પાસે બાઇક પર સવાર એક સનકી યુવકે કંચન નામની યુવતી પર ઘાતકી હુમલો કર્યો હતો. યુવકે ધારદાર હથિયાર લઇ યુવતીનું ગળુ કાપવાની કોશિશ કરી હતી. ત્યાર બાદ ઉપરા છાપરી ચાકુના ઘા મારી ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ યુવતી રોડ પર ધસી પડી હતી. સ્થાનિક લોકોએ યુવકને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવક ત્યાંથી ભાગી ગયો હતો. જો કે બાદમાં આરોપીની ધરપકડ કરી છે.

જમશેદપુરમાં સોમવારે બપોરે ખુલ્લેઆમ એક યુવકે એક યુવતીનું ગળું કાપી નાખ્યું અને પેટમાં છરી ઝીંકી દીધી. ઘટના સમયે ઘણા લોકો રસ્તા પર હાજર હતા, પરંતુ યુવતીને બચાવવા કોઈ આગળ ન આવ્યું. યુવતીની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે, તે બિહારનો રહેવાસી છે. તાપડિયા કોમ્પ્લેક્સ પાસે બનેલી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર યુવતીનું નામ કંચન છે. તે બપોરે બજાર જવા નીકળી હતી અને રસ્તામાં બીજી યુવતી સાથે વાત કરી રહી હતી. આ દરમિયાન આરોપીએ તેના પર છરી વડે અનેક વાર કર્યા હતા. પ્રેમપ્રકરણના એંગલથી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતી ગૌશાળા રોડમાં એક યુવક સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી.

 60 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી