જિજ્ઞેશ મેવાણી અને કન્હૈયા કુમારની આજે કોંગ્રેસમાં ‘એન્ટ્રી’

રાહુલ ગાંધી કોંગ્રેસનો ખેસ પહેરાવશે, હાર્દિક પટેલ પણ હાજર રહેશે

ગુજરાતના વડગામના અપક્ષ ધારાસભ્ય તથા દલિત નેતા જિગ્નેશ મેવાણી અને જેએનયૂના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર બન્ને યુવા નેતા મંગળવારે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તેઓ આજ રોજ બપોર બાદ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. મહત્વનું છે કે, રાહુલ ગાંધી જીજ્ઞેશ મેવાણી અને કનૈયા કુમારને કોંગ્રેસનો ખેસ ધારણ કરાવશે. આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહેશે.

કન્હૈયા કુમાર અન જિગ્નેશ મેવાણી પાર્ટીની સમગ્ર દેશના યુવાઓને સાથે જોડવાની યોજનાનો ભાગ છે. પાર્ટી દરેક રાજ્યના યુવાઓને સાથે જોડવા માટે મહાભિયાન ચલાવવાની તૈયારી કરી રહી છે. આ પહેલી તક નથી. જ્યારે કોંગ્રેસે રાજકારણમાં નવો પ્રયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. આની પહેલા પણ પાર્ટી અનેક પ્રયોગ કરી ચૂકી છે. જો કે આ તમામ પ્રયોગોના પરિણામ બહું ઉત્સાહ ભર્યા નહોંતા.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 2007માં પાર્ટીના મહાસચિવ તરીકે યૂથ કોંગ્રેસ અને એનએસયૂઆઈમાં આંતરિક ચૂંટણીની શરુઆત કરી હતી. આનું લક્ષ્ય સંગઠનમાં જમીની યુવા કાર્યકર્તાઓને આગળ વધવાની તક આપવાનો હતો. આ એક સારો પ્રયાસ હતો. પણ પ્રદેશમાં વરિષ્ઠ નેતાઓ પરિવારોની સાથે સંબંધ રાખનારા યુવા ધનબળના માઘ્યમથી પોતે ચૂંટણી જીતીને પદાધિકારી બની ગયા છે.

કોંગ્રેસે 2019માં લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવામાં ડેટાનો ઉપયોગ કર્યો હતો. આ પાર્ટીની શક્તિ એપે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પાર્ટીએ 300 સીટ પર ડેટાનાં વિશ્લેષણના આધાર પર ઉમેદવાર નક્કી કરવાનો પ્રયોગ કર્યો. પણ પ્રયાસ સફળ ન રહ્યો. તેવામાં હવે સમય જ નક્કી કરશે કે કન્હૈયા અને મેવાણીના માધ્યમથી પાર્ટી યુવાઓને જોડાવામાં કેટલી સફળ રહે છે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી