જિજ્ઞેશ મેવાણી અને કન્હૈયા કુમારની કોંગ્રેસમાં ‘એન્ટ્રી’

રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

ક્રાંતિકારી સરદાર ભગત સિંહની જન્મજયંતી પર આજે સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની સત્તાવાર કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ પહેલા રાહુલ ગાંધી સાથે બંને નેતા દિલ્હીના આઈટીઓ સ્થિત શહીદી પાર્ક પહોંચ્યા. અહીં ત્રણેય નેતાઓએ ભગત સિંહની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યું. આ દરમિયાન ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ હાજર હતા.

બીજી બાજુ આજે પંજાબ કોંગ્રેસના રાજકારણમાં ફરી ઘમાસણ જામ્યું છે. નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના કોંગ્રેસ પ્રમુખ પદેથી અચાનક રાજીનામું આપી દીધું છે ત્યારે હવે રાહુલ ગાંધીની હાજરીમાં જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. બંનેના સ્વાગત માટે પાર્ટી ઓફિસમાં પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે.

જેએનયુ સૂત્રોચ્ચાર કેસ બાદ ચર્ચામાં આવેલા કન્હૈયા કુમાર અને ગુજરાતના દલિતનેતા જિજ્ઞેશ મેવાણી મંગળવારે કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં આ યુવા ચહેરાઓની એન્ટ્રી એવા સમયે થઈ રહી છે જ્યારે નેતાઓ વચ્ચે પાર્ટી સાથે સંબંધ તોડવાની હોડ જામી છે.

 99 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી