જીગ્નેશ મેવાણી – કન્હૈયા કુમાર 28 સપ્ટેમ્બરે પકડશે કોંગ્રેસનો પંજો

રાહુલ ગાંધી બનાવી રહ્યા છે યુવાઓની નવી ટીમ

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને પગલે સત્તા પક્ષ ભાજપ, કોંગ્રેસે સહિતના પક્ષોએ અત્યારથી તોડજોડની રાજનીતી શરૂ કરી દીધી છે. ગુજરાતના વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર આગામી 28 સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાશે તેમ સૂત્રોએ જણાવ્યુ છે.

તાજેતરમાં જ કન્હૈયા કુમારે આ અંગે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પાર્ટી પાસે કન્હૈયા કુમાર માટે એક યોજના છે, જેનો અમલ કરવામાં આવશે. બિહારમાં કોંગ્રેસ ટૂંક સમયમાં તેના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી શકે છે. જેમાં કન્હૈયા કુમારને નવી જવાબદારી સોપવામાં આવી શકે છે.

તો બીજી બાજુ ગુજરાતના બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વડગામથી જીગ્નેશ મેવાણી સામે કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઊભા રાખ્યા નહોતા. ગુજરાતમાથી જીગ્નેશ મેવાણી એક યુવા દલિત નેતા તરીકે ઊભર્યા છે. ગુજરાતમાં બનેલી કેટલીક ઘટનાઓમાં જીજ્ઞેશ મેવાણીએ તત્કાલિન રાજ્ય સરકાર સામે અવાજ પણ ઉઠાવ્યો હતો. અને સમસ્યાનું યોગ્ય સમાધાન મેળવ્યું હતું. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા જીગ્નેશ મેવાણી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વિનર તરીકે કાર્યરત છે. અંગ્રેજી સાથે બીએ અને એલએલબી સુધીનો અભ્યાસ મેવાણીએ કર્યો છે.

2022 માટે જીગ્નેશને મળી શકે છે જવાબદારી
ગુજરાતમાં આગામી વર્ષના ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં કોગ્રેસ યુવાઓ ઉપર વધુ ભાર મૂકવા માંગે છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, જીગ્નેશ મેવાણીને યુવા દલિત નેતા તરીકે કોંગ્રેસ ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ઉપસાવવા માંગે છે. જેને લઈને જીગ્નેશ મેવાણીને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોપાઈ શકે છે. એવુ પણ કહેવાતુ રહ્યુ છે કે, જીગ્નેશ મેવાણી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના સીધા સંપર્કમાં રહ્યાં છે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી