PUBGનું થયું jio સાથે જોડાણ, રજીસ્ટ્રેશન કરાવવાથી મળશે ફ્રી ગીફ્ટ

PUBG ગેમના રસિયાઓ માટે ખુશખબર છે. હાલમાં જ સમાચાર હતા કે PUBG ભારતમાં પોતાની બેટા સર્વિસને લોન્ચ કરશે. ત્યારબાદ હવે જાણવા મળી રહ્યું છે કે JIO એ PUBG સાથે જોડાણ કર્યું છે, જેના હેઠળ જીઓ યુઝર્સ પબજી લાઇટ માટે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રીવોર્ડ્સ થકી ફ્રી ગીફ્ટ મેળવી શકશે.

આ ફ્રી ટૂ પ્લે ગેમ છે, જે લોઅર એન્ડવાળા કમ્પ્યુટર માટે ડિઝાઈન કરવામાં આવી છે.

ગેમનાં નવા વર્ઝન પર યુઝરને શ્રેષ્ઠ અનુભવ આપવા અને એને વધારે એંગેજિંગ બનાવવા પબજી લાઇટે જીઓ સાથે જોડાણ કર્યું છે. ભારતમાં આ એક્સક્લૂઝિવ જોડાણ પોતાનાં યુઝર્સને અત્યાધુનિક ડિજિટલ અનુભવ આપવા એકબીજાનાં વિઝનમાં બે આઇકોનિક અને મનપસંદ બ્રાન્ડને એકમંચ પર લાવ્યું છે.

પબજી લાઇટ માટે રજિસ્ટ્રેશન કરાવનાર જીઓના યુઝર્સ તેમની ઇન-ગેમ મર્ચન્ડાઇઝ માટે ફ્રી સ્કિન્સની રીતે રિવોર્ડનો લાભ પણ મેળવી શકશે. https://gamesarena.jio.com પર બે-સ્ટેપનું સરળ રજિસ્ટ્રેશન કરીને યુઝર્સ ફ્રી જિઓ ગિફ્ટ માટે નોંધણી કરાવી શકે છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી