Jioએ ટેલિકોમ વિભાગને સ્પેક્ટ્રમના ₹ 10,792 કરોડના લેણાં ચૂકવ્યા

વોડા-આઇડિયાએ સ્પેક્ટ્રમ અને AGR બાકી લેણાં પર ચાર વર્ષનું મોરેટોરિયમ પસંદ કરવાનું નક્કી કર્યું…

રિલાયન્સ જિયોએ વર્ષ 2016માં હસ્તગત કરેલા 269.2 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ પેટેના રૂ. 10,792 કરોડના બાકી લેણાં ટેલિકોમ વિભાગને ચૂકવ્યા છે. જિયોએ જ્યારે અપફ્રન્ટ પેમેન્ટ્સ કર્યુ હતુ, ત્યારે તેની પાસે 2014 અને 2015માં હસ્તગત કરેલ સ્પેક્ટ્રમ પેટે રૂ. 15,000-16,000 કરોડના લેણાં બાકી હતા. હવે જિયોએ ટેલિકોમ વિભાગને જાણ કરવી પડશે કે શું તે બાકી ચૂકવણી કરવા માટે મોરેટોરિયમ ઇચ્છે છે.

ઉલ્લેખનિય છે કે, અન્ય ખાનગી ટેલિકોમ કંપની ભારતી એરટેલ અને વોડા-આઇડિયા પહેલાથી જ સરકારને ચૂકવવાપાત્ર સ્પેક્ટ્રમ અને એજીઆર બાકી લેણાં પર ચાર વર્ષનું મોરેટોરિયમ પસંદ કરવાનું નક્કી કર્યું છે.

નોંધનિય છે કે, જિયોએ વર્ષ 2015માં 800 મેગાહર્ટ્ઝ અને 1800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં મોટી સંખ્યામાં એરવેવ્સ હસ્તગત કર્યા હતા. તેણે પાછલા વર્ષે 1800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું જેથી કંપની 2016માં સમગ્ર ભારતમાં સર્વિસ માટે સશક્ત બની હતી

ટેલિકોમ વિભાગે કંપનીઓને મોરેટોરિયમ સમયગાળા દરમિયાન ઉપજતા વ્યાજને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાના વિકલ્પ પર વિચાર કરવા માટે 90 દિવસનો સમય આપ્યો છે. સરકારે ટેલિકોમ કંપનીઓને ડેટ-ટુ-ઇક્વિટી કન્વર્ઝનની મોડલિટીઝ, શેરની કિંમત નિર્ધારિત કરવા માટેની સંબંધિત તારીખ અને કિંમત નિર્ધારણ ફોર્મ્યુલા વિશે પણ જાણ કરી છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી