ધોરણની 1થી 5ની શાળા શરૂ કરવા અંગે જીતુ વાઘાણીએ આપ્યા આ સંકેત

શાળાઓ શરૂ થવા વાતાવરણ અનુકૂળ છેશિક્ષણમંત્રી

કેબિનેટ બેઠક બાદ જીતુ વાઘાણીએ પ્રાથમિક શાળા, ગ્રામીણ વિકાસ યાત્રા, નિરામય યોજના તેમજ અન્ય ચર્ચાયેલી નિર્ણયો વિશે માહિતી આપી હતી.

હાલ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું પણ પણ કોરોના કાળની શરૂઆતથી જ પ્રાથમિક ધોરણ 1થી 5ની શાળાઓ બંધ છે ત્યારે કેબિનેટ બેઠક બાદ આ ઘોરણની શાળાઓ શરૂ કરવાના સંકેત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યા છે. તેમણે કહ્યું કે ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ થવા વાતાવરણ અનુકૂળ છે, વાતાવરણ સારૂ તો બન્યું છે વધુ સારુ બનાવવાનું છે.કેસ ઓછા થયા છે, મોતના કેસ અટક્યા છે જેથી આગામી દિવસોમાં આ અંગે સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

કેબિનેટ બેઠકમાં નિરામય યોજના અંગે પણ ચર્ચા થઈ હતી. જીતુ વાઘાણીએ આ યોજના વિશે માહિતી આપતા કહ્યું હતું કે 5.27 લાખ લોકોનું સપ્તાહમાં સ્ક્રિનિંગ કરાયું પોતાના શિક્ષણ ખાતાએ કેમ્બ્રિજ યુનિ. સાથે કરેલા MOU વિશે માહિતી આપતા કહ્યું હતું કે શાળા શિક્ષણ માટે કેમ્બ્રિજ સાથે કરાર કરી શિક્ષણ વ્યવસ્થા વધુ સુઘડ બનાવાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામા આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઈ જેમાં ગ્રામીણ વિકાસ યોજનાઓ મુદ્દે ચર્ચા થઈ. આ બેઠકમાં 18,19,20 નવેમ્બરના ગ્રામીણ વિકાસ યાત્રા નીકળશે તેવી માહિતી રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી હતી. આ યાત્રા દરમિયાન ગ્રામીણ ક્ષેત્રમાં વિકાસના અને ખાતમુર્હુતના કામો હાથ ધરાશે.2200 કરોડના કામ 3 દિવસમાં શરૂ થશે. વધુમાં રાજ્ય સરકારના કામો વિશે માહિતી આપતા કહ્યું હતું કે બીજો ડોઝ ન લેનાર 65 લાખ લોકો બાકી હતા તેમાંથી 55 લાખ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. ઘર ઘર દસ્તક વેક્સિનેશન અભિયાન પુરજોષમાં ચાલી રહ્યું છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી