J&K: સરકારે કહ્યું, પાંચ વર્ષમાં 963 આતંકવાદીઓ ઠાર અને 413 જવાનો શહીદ

જમ્મૂ કશ્મીરમાં પાંચ વર્ષમાં 960થી વધુ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેની સામે 413 જેટલા જવાનો શહીદ થયા છે. મંગળવારે લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી જી. કિશન રેડ્ડીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે સરકાર આતંકવાદની સામે જીરો ટોલરન્સની નીતી પર કામ કરી રહી છે. આ અંતર્ગત જવાનોએ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી છે.

ગૃહમંત્રાલયે વધુમાં એ પણ જણાવ્યું કે, કેન્દ્રીય સશસ્ત્ર દળોએ હેડક્વાર્ટર અને યુનિટ લેવલે વેલફેર અધિકારીઓની નિમણૂક કરી છે. જેથી ડ્યુટી દરમિયાન પોતાનો પ્રાણ ન્યોછાવર કરનારા જવાનોના પરિજનો સુધી રાહત પહોંચાડી શકાય. મંત્રાલય અનુસાર, વેલફેર ઓફિસર્સ શહીદ જવાનોના પરિજનો સુધી નિર્ધારિત લાભો પહોંચાડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં CRPFના કાફલા પર દેશના ઇતિહાસનો સૌથી મોટો હુમલો થયો હતો. જૈશ-એ-મોહમ્મદે કરેલા હુમલામાં દેશના 44વીર જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ દેશની એરફોર્સે એરસ્ટ્રાઇક કરી હતી. સેના અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી આરપારની લડાઈમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઠાર થયા છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી