J&K : શોપીયાંમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકી ઠાર

મોટી સંખ્યામાં શસ્ત્રો મળી આવ્યા

જમ્મુ -કાશ્મીરના શોપિયાંના કુશવા વિસ્તારમાં આજે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. જમ્મુ -કાશ્મીર પોલીસે જણાવ્યું કે, ગત રાત્રે એક આતંકવાદી અનાયત અશરફ ડાર કાશવા ગામમાં એક નાગરિક પર ગોળીબાર કર્યો હતો અને તેને ઘાયલ કર્યો હતો. તે જ સમયે, સૂત્રો પાસેથી માહિતી મળ્યા બાદ, કાશ્મીર પોલીસે કુશવા ગામમાં CASO ઓપરેશન શરૂ કર્યું અને વિસ્તારને કોર્ડન કરી લીધો.

તેમણે કહ્યું કે અગાઉ આતંકવાદીને આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે તેમ કર્યું નહીં. બાદમાં તે એન્કાઉન્ટર દરમિયાન માર્યો ગયો હતો. તેની પાસેથી એક પિસ્તોલ અને દારૂગોળો પણ મળી આવ્યો છે. ઘાયલ નાગરિક હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. ગોળી વાગનાર વ્યક્તિની ઓળખ વ્યવસાયે દુકાનદાર અને ડાંગરપોરા ચિત્રગામ કલાનનો રહેવાસી જમીર અહેમદ ભાટ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, ભાટને તેના પગમાં ગોળી વાગી હતી અને તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી