16 વર્ષના ઇરફાને મળ્યો ‘શૌર્ય ચક્ર’, આતંકીઓ સાથે ભીડી હતી બાથ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ કાશ્મીરના યુવાન 16 વર્ષના ઈરફાન રમજાન શેખને સર્વોચ્ચ સૈન્ય પુરસ્કારથી સમ્માનિત કર્યા. ઈરફાને વર્ષ 2017માં આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ઈરફાનની ઉંમર તે સમયે 14 વર્ષની હતી અને તેની આ બહાદૂરી માટે તેને આ પુરસ્કારથી નવાજવામાં આવ્યો.

16 ઓક્ટોબર 2017ના રોજ ત્રણ આતંકીએ ઈરફાનના ઘરને ઘેરી લીધુ હતુ. જ્યારે ઈરફાને દરવાજો ખોલ્યો તો આતંકી સામે ઉભા હતા. ત્રણે આતંકી ઈરફાનના પિતા રમજાન શેખની હત્યા કરી દેવા ઇચ્છતા હતા. પરંતુ 14 વર્ષના ઈરફાને બહાદૂરીનો પરિચય આપીને આતંકીઓ સામે બાથ ભીડી, ઘરમાં પ્રવેશતા અટકાવ્યા અને ઘેરની અંદર દાખલ ન થવા દીધા. જોખમ છતાં પણ ઈરફાન આતંકીઓ સાથે લડતા રહ્યા. આ લડાઈમાં એક આતંકીને મોતને ઘાટ ઉતારી પણ દીધો હતો. જો કે આતંકવાદીઓએ હવામાં ગોળીબાર કરતા ઇરફાનના પિતા ગંભીર રીતે ઘાયલ થયા
હતા. તેમ છતાં ઈરફાન હાર્યો નહીં અને તેણે આતંકીઓ સાથે લડવાનું ચાલુ રાખ્યું. આ લડાઈમાં એક આતંકવાદી પણ ઘવાયો હતો જો કે આખરે આતંકીઓ તેના ઘાયલ સાથીને મુકી નાસી છુટ્યા હતા.

આ ઘટનાને કારણે ઈરફાન તેના સ્થાનિક સમુદાયમાં હીરો બની ગયો હતો. કેમ કે, તેણે અપ્રતિમ હિંમતનું પ્રદર્શન કર્યું હતું. મંગળવારે, આ કિશોર તેના આ સાહસ દેખાડવા બદલ રાષ્ટ્રપતિભવનમાં વડા પ્રધાન મોદી અને અન્ય સર્વોચ્ચ પદાધિકારીઓની હરોળમાં બેઠો હતો. અહીં એક સમારોહમાં રાષ્ટ્રપતિના હાથે તેને ‘શૌર્ય ચક્ર’ એનાયત કરાયો હતો.

 146 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી