September 20, 2021
September 20, 2021

દિલ્હી: JNUમાં વિદ્યાર્થીઓનો હોબાળો, VCએ કહ્યું- મારી પત્નીને બંધક બનાવ્યા

દિલ્હી સ્થિત જેએનયુની નવી પ્રવેશ પોલિસીની વિરુદ્ધ વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે. સોમવારે સાંજે વિદ્યાર્થીઓની ભીડે વાઇસ ચાન્સલર જગદીશ કુમારના નિવાસ સ્થાનનો ઘેરાવ કર્યો હતો. જગદીશ કુમારે આરોપ લગાવ્યો છે કે વિદ્યાર્થીઓ તેમના ઘરમાં તોડફોડ કરી અને તેમના પત્નીને બંધક બનાવી લીધા.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે જેએનયુના કુલપતીના ઘર સુધી રેલી નિકાળવાનું આહવાન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ વાઇસ ચાન્સલરના નિવાસ સ્થાન પહોંચ્યાં અને ઘરમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. જેને લઇને સુરક્ષાકર્મીઓએ વિદ્યાર્થીઓને રોકી દીધી. જો કે હાલમાં સ્થિતિ કાબુમાં છે.

આ રેલી અંગે નારાજગી વ્યક્ત કરતા જેએનયુના વીસીએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે, કેટલાક વિદ્યાર્થીઓ બળજબરીપૂર્વક તેમના ઘરમાં ઘૂસી ગયા હતા, વિદ્યાર્થીઓએ મારી પત્નીને ઘરમાં ઘેરી લીધી હતી. આ સમગ્ર ઘટના બની ત્યારે મારી પત્ની ઘરમાં એકલી હતી. જેને લીધે તે ખૂબ જ ગભરાઇ ગઇ હતી. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.

નોંધનીય છે કે, 11 વિદ્યાર્થીઓ 7 દિવસોથી ભૂખહડતાળ પર છે. આમાંથી બે વિદ્યાર્થીની તબિયત ખરાબ થઇ જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાંજ પ્રશાસને જણાવ્યું હતું કે, પ્રવેશ પ્રક્રિયામાં ઓનલાઇન એન્ટ્રન્સ ટેસ્ટ લોકશાહી રીતે લાવવામાં આવી છે.

 55 ,  3