ગુજરાતમાં કોરોના બાદ પ્રથમ વખત નોકરીઓનો ખુલ્યો પટારો…

સરકારી અને ખાનગી નોકરી મેળવવાની સોનેરી તક

રાજ્યમાં કોરોના મહામારીના દોઢ વર્ષ બાદ નિયંત્રણો હટ્યા બાદ આર્થિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં તેજીના કારણે નોકરી વાંચ્છુકો માટે સારા સમાચાર છે. ખાનગી સેક્ટર તો ખરી જ સરકારી ભરતીની પણ સિઝન શરૂ થઈ ગઈ છે. મહામારી દરમિયાન નોકરી છુટી ગયેલા અને નવી નોકરીનું સ્વપન જોનારા લોકો માટે આ એક ઉત્તમ તક છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં આગામી મહિનાઓમાં સરકાર 23 હજારથી વધુ પદો પર ભરતી કરવા જઈ રહી છે. સરકારી નોકરીમાં હોમગાર્ડ જવાનથી માંડીને GPSCમાં ક્લાસ-1 અધિકારીની જગ્યાઓ પર નોકરી મેળવવા માટે આ યોગ્ય સમય છે.

ક્યાં કેટલી ભરતી

હોમગાર્ડ જવાન – 6700
GRD જવાન – 600
TRB જવાન – 600
LRD – 10,459
PSI – 1382
GPSC ક્લાસ 1-2 – 201
બિન સચિવાલય ક્લર્ક – 3900

આ સિવાય દેશભરમાં અનેક સરકારી ભરતીઓ હાલ ચાલી રહી છે તો બીજી બાજુ ટીમલીઝ સર્વિસિસના એક રિપોર્ટ અનુસાર, ઈ-કોમર્સ, ટેક સ્ટાર્ટઅપ્સ અને રિટેલમાં તકો વધવાને કારણે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં નોકરીઓમાં 41 ટકા વૃદ્ધિની શક્યતા છે. ભારતીય કંપનીઓ ડિસેમ્બર 2021 સુધીમાં મોટી સંખ્યામાં ભરતી કરશે. આ સાથે ડિસેમ્બર સુધીમાં દેશમાં કર્મચારીઓની માંગમાં 43 કરોડનો વધારો જોવા મળી શકે છે.

IT સેક્ટરમાં સૌથી વધુ તેજી

આઈ ટી – 69 ટકા
એજ્યુકેશનલ સર્વિસિસ – 64 ટકા
હેલ્થકેર એન્ડ ફાર્મા – 61 ટકા
FMCG – 59 ટકા
આ-કોમર્સ અને સ્ટાર્ટ અપ – 57 ટકા
લોજિસ્ટિક – 47 ટકા
ઈન્ફ્રાસ્ટ્રક્ચર – 39 ટકા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન બેંગલુરુ અને નવી દિલ્હીમાં સૌથી વધુ ભરતી થશે. આ બન્ને શહેરોમાં ભરતી અનુક્રમે 67 ટકા અને 59 ટકા વધવાની શક્યતા છે. હૈદરાબાદમાં 53 ટકાનો વધારો જોવા મળી શકે છે.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી