અમદાવાદ: જોધપુરમાં અજાણ્યા શખ્સે કેબલ ઓપરેટર પર કર્યું ચાર રાઉન્ડ ફાયરિંગ

જોધપુર વિસ્તારમાં રાઠી હોસ્પિટલ નજીકમાં ફાયરિંગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. માહિતી અનુસાર આંતરિક ઝઘડામાં આકાશ નામના શખ્સે જશવંત ઠાકોર નામના યુવક પર ચાર રાઉન્ડ ફાયરિંગ કાર્યાનો બનાવ બન્યો છે. જોધપુર વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કેબલ ઓપરેટરના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પર હુમલાના ઇરાદે બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. સદનસિબે ફાયરિંગમાં કોઇ જાનહાનિ નહોતી સર્જાઇ, પરંતુ ફાયરિંગ કરનાર શખ્સનો પ્રતિકાર કરવા જતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો.

ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક શખ્સ કાર લઇને આવે છે અને તેમાંથી ઊતરીને ઘડાઘડ ગોળીબાર શરૂ કરી દે છે. ગોળીબાર થતાં જ દોડધામ મચી જાય છે અને આરોપી ફરાર થઈ જાય છે. હાલ પોલીસે સીસીટીવીને આધારે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી