US Election 2020 : મહાસત્તાના મહારથી બન્યા બાઇડન, ટ્રમ્પનો પરાજય

અમેરિકી મીડિયામાં જો બાયડનની અમેરિકાના નવા પ્રેસિડેન્ટ તરીકે જાહેરાત

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડન વિજયી થવા છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો છે. બહુમત સાથે બાઈડન મહાસત્તાના મહારથી બન્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં જો બાઈડન ટ્રમ્પને આકરી ટક્કર આપી છે.

અમેરિકી મીડિયાના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે જો બાઇડેને અમેરિકાની ચૂંટણી જીતી લીધી છે. જો બાઇડેન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બનવાના છે. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને પરાજય આપ્યો છે. બાઇડેનને 284 વોટ મળ્યા છે. જ્યારે ટ્રમ્પને 214 વોટ મળ્યા.

જીતના અહેવાલો સામે આવ્યા બાદ બાઇડેને ટ્વીટ કર્યુ- ‘અમેરિકા, હું ખુબ સન્માનિત અનુભવી રહ્યો છું કે તમે દેશનું નેતૃત્વ કરવા માટે મને પસંદ કર્યો છે. અમારૂ આગળનું કામ મુશ્કેલ હશે પરંતુ હું વચન આપુ છું કે બું બધા દેશવાસિઓનો રાષ્ટ્રપતિ રહીશ- ભલે મને વોટ આપ્યો હોય કે નહીં. તમે મારા પર જે વિશ્વાસ દેખાડ્યો છે, તેને હું પૂરો કરીશ.’ મહત્વનું છે કે પેન્સિલ્વેનિયામાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યા હતા પરંતુ જેમ-જેમ મેલ ઇન બેલેટની ગણતરી થી, તેમ તેમ બાઇડેન આગળ નિકળતા ગયા. આ પહેલા સમાચાર આવી રહ્યાં હતા કે ફિલેડેલ્ફિયામાં બનાવટી બેલેટ લઈ જવાના આરોપમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

29 વર્ષની ઉંમરમાં બાઇડેને યૂએસ સીનેટમાં પોતાનું સ્થાન બનાવ્યું

વર્ષ 1972માં 29 વર્ષની ઉંમરમાં જો બાઇડેને યૂએસ સીનેટમાં પોતાનું સ્થાન બનાવ્યું. તે સમયે તે પાંચમા સૌથી નાની ઉંમરના સાંસદ હતા. પરંતુ આ વર્ષ તેમના સાથે ભયાનક અકસ્માત પણ થયો. તેમની પત્ની નીલિયા અને નવજાત પુત્રી નાઓમીનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું. તેમના પુત્ર બ્યૂ અને હંટર પણ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા.

આ તે સમય હતો જ્યારે બાઇડેન પોતાની બધી જ મહત્વાકાંક્ષા ગુમાવી ચૂક્યા હતા. તેમણે પણ કહ્યું હતું કે હું તે સમયે સમજી શકતો ન હતો કે કોઇ કેવી રીતે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી શકે. પરંતુ બાઇડેન ફરીથી ઉભા થયા. દિવસમાં તે સીનેટર હતા અને રાત્રે પોતાના બાળકોનું ધ્યાન રાખનાર પિતા.

બે વાર જીવલેણ દૌરો પડ્યો

જોકે ત્યારબાદ પણ મુશ્કેલીઓ ઓછી થઇ નહી. વર્ષ 1988માં તેમને બે વાર જીવલેણ દૌરો પડ્યો અને તેમના ચહેરાની માંસપેશીઓમાં લકવો લાગી ગયો. વર્ષ 2015 માં પુત્ર બ્યૂનું કેન્સરના લીધે મૃત્યું થયું. તો બીજી તરફ તેમના હંટર બાઇડેનએ ડ્રગ્સની આદતને છોડવા માટે લાંબો સંઘર્ષ કર્યો. હંટરને યૂએસ નેવીમાંથી કોકીનનો ઉપયોગ કરવાની નિકાળી દેવામાં આવ્યો હતો.

તેમના મિત્ર ટેડ કોફમેનએ એકવાર કહ્યું હતું કે મારી નજરમાં બાઇડેન સૌથી બદકિસ્મત વ્યક્તિ પણ છે જેમણે હું ઓળખું છું અને સૌથી ખુશકિસ્મત પણ.

જ્યારે તેમના પુત્રનું મોત થયું ત્યારે બાઇડેન અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ તરીકે પોતાના બીજા કાર્યકાળમાં હતા. પરંતુ વર્ષ 2015માં તેમણે આગલા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી તેમણે પોતાનું નામ પરત લઇ લીધું. તે પોતાના પુત્રના મોતથી દુખી હતા. પરંતુ રાષ્ટ્રપતિ બનવું બાઇડેનનું જીંદગી ભરનું સપનું હતું.

ઓબામાના કાર્યકાળમાં જ્યારે તક મળી તો બધા આશ્વર્ય પામ્યા

તેમણે વર્ષ 1980માં પ્રયત્ન કર્યો કે પેપર સાઇન કર્યા પરંતુ 1984માં તેને સબમિટ ન કર્યા. પછી તેમણે 1988માં પણ પ્રયત્ન કર્યો પરંતુ પ્લેઝરિઝમને લઇને વિવાદોમાં ઘેરાઇ ગયા. પરંતુ વર્ષ 2008માં તેમણે ઓબામાના કાર્યકાળમાં જ્યારે તક મળી તો બધા આશ્વર્ય પામ્યા. વર્ષ 2015માં જ્યારે તે રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં બહાર થયા તો આશા ન હતી કે તે 4 વર્ષ પછી વાપસી કરશે.

 86 ,  1