અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડને લીધા શપથ, કમલા હેરિસ બન્યા પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ

અમેરિકામાં ટ્રમ્પ યુગનો અંત, બાઈડન યુગનો ઉદય

અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે સત્તાવાર રીતે જો બાઈડને શપથ લીધા છે. તેમની સાથે મૂળ ભારતીય કમલા હેરિસ પણ ઉપરાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા હતા.

અમેરિકાના કેપિટલ હિલ બિલ્ડીંગ ખાતે યોજાયેલ સમારોહમાં તેમના પત્ની તથા મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. બાયડનના સમર્થક અને પોપ સ્ટાર લેડી ગાગાએ રાષ્ટ્રગીત ગાયું હતું. 

અમેરિકામાં આજથી બાઈડન યુગનો આરંભ થઈ રહ્યો છે. નવેમ્બરની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના સુપડા સાફ કરીને ધમાકેદાર વિજય હાંસલ કરનાર ડેમોક્રેટ્સ નેતા જો બાઈડન લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 46 મા પ્રમુખ તરીકે સત્તાના સૂત્રો સંભાળ્યા છે. તેમની સાથે ભારતવંશી કમલા હેરિસ પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

બાઈડને પોતાની ઈનોગરલ સ્પીચમાં કહ્યું કે, ‘આ અમેરિકાનો દિવસ છે. આ લોકતંત્રનો દિવસ છે. આ આશાનો દિવસ છે. આજે અમે કોઈ ઉમેદવારનો જશ્ન મનાવવા એકઠાં નથી થયા, આપણે લોકતંત્ર માટે ભેગા થયા છીએ. અમે એક વખત શીખ્યું છે કે લોકતંત્ર ઘણું જ કિંમતી છે અને નાજુક પણ, પરંતુ લોકતંત્ર અહીં કાયમ છે.’

તેઓએ કહ્યું કે, ‘થોડા દિવસ પહેલાં અહીં થયેલી હિંસાએ કેપિટલના પાયાને હલબલાવી નાંખ્યા હતા, જ્યારે કે 200 વર્ષથી સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ થતું હતું. હું બંને પક્ષના પૂર્વ રાષ્ટ્રપતિનો આભાર વ્યકત કરવા ઈચ્છીશ. તે પ્રેસિડન્ટને પણ સલામ, જેઓ અહીં ન આવ્યા, પરંતુ તેઓને અમેરિકાની સેવા કરવાની તક મળી.’

તેઓએ કહ્યું, ‘આપણે સારા લોકો છીએ. આપણે હજુ લાંબો રસ્તો કાપવાનો છે. આપણે ઘણું બધું કરવાનું છે. આપણે ઘણું બધું બનાવવાનું છે, ઘણું બધું મેળવવાનું છે. હજુ એવો મુશ્કેલ સમય છે, જે અમેરિકાના લોકોએ પહેલા ક્યારેય નથી જોયો. આવું વર્લ્ડ વોર-2માં પણ જોવા નથી મળ્યું. લાખો રોજગારી જતી રહી છે. લાખો ઉદ્યોગો બંધ થઈ ગયા. ચરમપંથી, વ્હાઈટ સુપ્રીમેસી, આતંકવાદી જેવી બદીઓને આપણે હાર આપવાની છે. અમેરિકાનું ભવિષ્ય નક્કી કરવા માટે શબ્દોથી આગળ જઈને ઘણું બધું કરવાની જરૂરિયાત હોય છે. એકજૂથ રહેવું, એકતા બનાવી રાખવાની જરૂરિયાત છે.’

 54 ,  1