વડોદરામાં નકલી નોટ વટાવતા સગીર સહિત પત્રકારની ધરપકડ

પોલીસે કુલ 27 હજારની કિંમતની નકલી નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

વડોદરામાં રૂપિયા 500ની નકલી નોટ વટાવવા આવેલા એક સગીર સહિત પત્રકારની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ જનરલ સ્ટોર પર નકલી નોટ વટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે કુલ 27 હજારની કિંમતની નકલી નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના છાણી જકાતનાકા સ્થિત પ્રોવિઝન સ્ટોર પર 500ની નકલી નોટ વટાવવા નીકળેલા સગીર સહિત એક વ્યક્તિને 2 દુકાનદારોએ પોલીસને સોંપ્યો હતો. સગીરs 500ની નોટથી સિગારેટની ખરીદી કરી હતી. મહિલાએ સિગરેટના પૈસા લઇ બીજા પૈસા પાછા આપ્યા હતા. પરંતુ એક શખ્સે દુકાનદાર મહિલાને 500ની નોટની ચકાસણી કરવા કહ્યું હતું. આ બાદ સગીરને ઝડપી પાડવામાં આવ્યો હતો.

સગીરને પકડી પાડતા પ્રેસ લખેલી કારમાંથી એક શખ્સ આવી તે પ્રેસમાં હોવાનું જણાવીને ધમકી આપી હોબાળો મચાવ્યો હતો. પ્રેસના નામે રોફ જમાવતો શખ્સ ભરૂચનો મીનાજ નાથા હતો. આ શખ્સ સત્યના શિખરે સાપ્તાહિકનો પત્રકાર હોવાનું જણાવ્યું હતું. નકલી નોટો અંગેની ફતેગંજ પોલીસને જાણ થતા પોલીસ દોડી આવી હતી.

હું પ્રેસમાં છું..તેમ કહી બોગસ પત્રકારે મહિલા સાથે ઝપાઝપી કરી

જાલી નોટો વટાવવાના કૌભાંડમાં પકડાયેલા કાર ચાલકે હું પ્રેસમાં છું તેમ કહી મહિલા દુકાનદાર સાથે ઝપાઝપી કરી હતી. મહિલા દુકાનદારના કહેવા પ્રમાણે,જાલી નોટ વટાવવા આવેલા ૧૨ વર્ષના સગીરે પોલ ખૂલતાં જ રડવા માંડયું હતું.જેથી તેને પોલીસને સોંપવાની તજવીજ કરી હતી.

આ વખતે પ્રેસ લખેલી કારમાંથી એક યુવક ઉતર્યો હતો અને હું પ્રેસમાંથી આવુ છું તેમ કહી મહિલા સાથે ઘર્ષણમાં ઉતર્યો હતો.જેથી લોકોએ તેને પણ ઝડપી પાડયો હતો. ફતેગંજના પીઆઇએ કહ્યું હતું કે,આ યુવકનું નામ મીનહાજ નાથા હોવાનું ખૂલ્યું છે.તેણે હું સત્યના શિખરે નામના પ્રેસનો પત્રકાર હોવાનું કહ્યું હતું.જેથી તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

 53 ,  1