શ્યામ પ્રસાદ મુખર્જીના બહાને BJPએ ફરી એકવાર નહેરુ પર સાધ્યું નિશાન

જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું 23 જૂન, 1953નાં રોજ શ્રીનગરમાં નિધન થયું હતું. તેમના મોતનું કારણ આજે પણ એક રહસ્ય છે. તેમની પુણ્યતિથિએ રવિવારે ભાજપ મુખ્યાલયમાં ગૃહ મંત્રી અમિત શાહ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી.

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર તેમને યાદ કરતાં નડ્ડાએ કહ્યું કે ડૉ. મુખર્જીનું બલિદાન ક્યારેય વ્યર્થ નહીં જાય, ભાજપ તેને લઈને પ્રતિબદ્ધ છે. તેની સાથે જ તેમણે કહ્યું કે ડૉ. મુખર્જી પ્રખર રાષ્ટ્રવાદ, દૂરંદેશી અને દિશા આપનારા અમારા નેતા હતા. તેઓએ કહ્યું કે ડૉ. મુખર્જી કોઈ પદથી જોડાયેલી વ્યક્તિ નહોતા, તે તો દેશની સેવા કરવા માટે આગળ આવ્યા હતા.

નડ્ડાએ વધુમાં કહ્યું કે, “શ્યામા પ્રસાદ મુખર્જીના મોતની તપાસ થવી જોઈતી હતી. દેશની જનતાએ પણ માગ કરી હતી, પરંતુ ત્યારના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ આવું ન થવા દીધું. ઈતિહાસ આ વાતનો સાક્ષી છે. ભાજપ તેમના બલિદાનને ક્યારેય નહીં ભૂલે.”

ડૉ. મુખર્જીએ પોતાના જીવનમાં જે કાર્ય કર્યા તે એ વખતના સમયથી ઘણા આગળ હતા. તેમના જ પ્રયાસોથી જ આજે પશ્ચિમ બંગાળ અને કાશ્મીર ભારતના અભિન્ન અંગ છે. દેશ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનને સદાય સ્મરણ કરતો રહેશે.

 25 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર