September 28, 2020
September 28, 2020

જૂનાગઢ : ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતે ખેતરમાં સળગી આપઘાત કર્યો

પાક નિષ્ફળ જવાના કારણે જગતના તાતે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કર્યુ..

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદથી કપાસ, મગફળી, તલ, અડદ, મગ, મકાઈ સહિતના પાકનો સોંથ વળી ગયો છે. ખાસ કરીને કપાસ અને મગફળીનો પાક સતત વરસાદ વરસતા બળી ગયો છે. આથી ખેડૂતોની પડ્યા પર પાટુ સમાન સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે જૂનાગઢમાં પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતે આપઘાત કરી દીધો છે. ભેંસાણના છોડવી ગામમાં ખેડૂતે પાક નિષ્ફળ જવાના કારણે પોતાની જાતને સળગાવી આપઘાત કરી લીધો હતો.

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી મોટાભાગના ખેતરો હજુ પાણીમાં ગરકાવ થયેલા છે. ત્યારે ભેંસાણના છોડવડી ગામમાં રહેતા બાબુ રાજા પોકિયા નામના ખેડૂતનો કપાસનો પાક વરસાદને કારણે 15થી 20 વિઘામાં વાવેલા કપાસનો પાક નિષ્ફળ જવાના ડરના કારણે ખેડૂતે ખેતરમાં સરગીને આત્મહત્યા કરી હતી. આ મામલેને પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ, છોડવડી ગામના ખેડૂત બાબુ રાજા પોકિયા ઘરે નહીં આવતા તેમના પરિવારજનોએ તપાસ કરતા સળગેલી હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો. બાબુભાઈ પોંકિયાએ ડુંગળી અને કપાસનું વાવેતર કર્યું હતું. જોકે, પાક નિષ્ફળ જવાના કારણે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કર્યુ. ત્યારે ખેડૂતના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ, થોડા દિવસોથી બાબુ ભાઈ મૂંઝવણમાં હતા અને પાક ફેઈલ જશે તો દેવામાં ડુબી જઈશું તેવી આશંકા વ્યક્ત કરી હતી.

અતિવૃષ્ટિને કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો હતો. અને પોતે વાવણીમાં ખર્ચેલ પૈસાનું વળતર પણ નહીં મળે એવા ડરથી પોતાની વાડીએ સળગી જઈ આત્મહત્યા કરી હતી. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર