જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખે પત્નીને માર્યો ઢોર માર, ઇજાગ્રસ્ત પત્ની હોસ્પિટલમાં દાખલ

પત્નીને વાળ પકડી ઢસડી પાઇપ વડે માર મારતા ઇજાગ્રસ્ત

જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ દ્વારા તેની પત્નીને માર મરાયો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઈજાગ્રસ્ત હાલતમાં શહેર કોંગ્રેસ પ્રમુખના પત્ની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઘર કંકાસને કારણે અમિત પટેલ અવારનવાર પોતાની પત્ની સાથે મારકૂટ કરતાં હોવાનું તેમના પત્નીનું નિવેદન છે. 

અમિત પટેલ તેમજ તેમના બહેન દ્વારા તેમના પત્નીને વાળ પકડી ઢસડી પાઇપ વડે માર મારતા પગમાં ઇજા થયેલ છે. પોલીસ ફરીયાદ માટે કાર્યવાહી, લાંબા સમયથી અમિત પટેલ તેમના પત્ની સાથે મારકૂટ કરતાં હોય આજે સહન ન થતાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયા છે. સ્થાનિક પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેવામાં આવેતો હાઇકોર્ટ સુધી જવાની ચીમકી આપી છે. પત્ની પૂનમબેન અમિતભાઈ પટેલને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

 71 ,  1