શું તમે જે ઠંડુપીણું પીવો છો તે અસલી છે કે નકલી કેમ કે જાણીતા ઠંડાપીણાની બોટલોમાં નકલી પીણું ભરવાનું કૌભાંડ સામે આવ્યું છે.જૂનાગઢ જીલ્લામાં કેશોદમાં Dukes, 7up, Pepsi જેવી કંપનીનાં ઠંડાપીણાની બોટલોમાં નકલી ઠંડુપીણું ભરવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે કોપીરાઇડ એકટ હેઠળ ફરીયાદ નોંધી છે.
કેશોદનાં રાજનગર સોસાયટીમાં ચંદુભાઇ ભગવાનજીભાઇ ધડુકના ડબલ માળ ધરાવતાં રહેણાંક મકાનના ગોડાઉનમાં ઠંડાપીણા પેપ્સીકો ઇન્ડિયા હોલ્ડીંગ લીમીટેડ કંપનીની Dukes, 7up, Pepsi તેમજ nibus જેવી જુદી જુદી બ્રાન્ડની ખાલી બોટલમાં અન્ય ઠંડુ પીણું ભરી ઉત્પાદન અને વેચાણ થતું હોય તેવી જાણકારી મળી હતી.

મળતી માહિતી મુજબ પેપ્સી કંપનીના કોપીરાઇટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા ઓર્થોરાઇઝડ અધિકારીઓ ભુપેન્દ્રસિંહ બલવીરસિંહ બિન્દ્રા, દિપકકુમાર શુભેસિંહ ટોક્સ, મિતીનભાઇ ભીખાભાઇ પટેલ તેમજ અશ્વીનકુમાર મંગળદાસ પટેલે બાતમીનાં આધારે પીએસઆઇ એચ.ડી વાઢેર, પો.કો જયેશભાઇ નારણભાઇ ભેડા, રઘુવીરસિંહ જેઠસુરસિંહ સીસોદિયા તેમજ કનકસિંહ જીવણાભાઇ સીંધવ સાથે રાખી ખરાઇ કરી રેડ કરતા પેપ્સી કંપનીના લોગોવાળી ભરેલ બોટલ નંગ 300 કુલ કિંમત 3000 અને ખાલી બોટલ નંગ 564 કુલ કિંમત 2820 અને ખાલી કેરેટ 30 સાથે એમ મળી કુલ 5820 નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે ધી કોપીરાઇટ એકટ 1957ની કલમ 63, 64 અને 65 હેઠળ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
(અનિરુધ્ધ બાબરીયા – પ્રતિનિધિ જૂનાગઢ )
40 , 1