જૂનાગઢના માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના મંત્રી જવાહર ચાવડાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ પત્રકારના એક સવાલના જવાબનો ઉલ્લેખ કરી અભદ્ર ટીપ્પણી કરતા નજરે ચડે છે.
જવાહર ચાવડાએ સંમેલનમાં વાણી વિલાસ કરતાં કહ્યું હતું કે, મને આજે પણ પત્રકારો અનેક સવાલો પુછે છે, તમે કોંગ્રેસ છોડીને ભાજપમાં કેમ ગયા, તમને ત્યાં શું વાંધો હતો. ત્યારે જવાહર ચાવડાએ ગેલમાં આવી જઇને એક એવું નિવેદન આપી દીધુ જેના તેઓ ટીકાના પાત્ર બન્યા.
ભાજપના મંત્રીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઇ રહ્યો છે. તેમજ ચારેબાજુથી જવાહર ચાવડા પર ફટકાર વરસી રહી છે. એક મંત્રી તરીકે તેમના મુખે આ પ્રકારનો વાણી વિલાસ તેમને શોભતો નથી.
212 , 3