જુનાગઢ મનપાની ચૂંટણીનું મતદાન શરુ, રેશ્મા પટેલનો વિરોધ, બે કલાકમાં 8.77 ટકા મતદાન

આજે જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી ચાલી રહી છે. પરંતુ સવારે આઠ વાગ્યે મતદાન શરૂ થયું ત્યારે ધોધમાર વરસાદ પડવાનો ચાલુ થઇ ગયો હતો. સતત બે કલાક સુધી વરસાદ પડતા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. મતદાન શરૂ થતાની સાથે નેતા વિપક્ષ સતિષ કેપ્ટને મત આપ્યો હતો.

આ ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ઉપરાંત, કોંગ્રેસ અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી મેદાન આવતા ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. અનેક મહાનુભાવોના ભાવી આજે EVMમાં સીલ થવાના છે. જૂનાગઢમાં સત્તાધારી ભાજપે પૂર્વ ધારાસભ્ય મશરૂને પણ મેદાન ઉતાર્યા છે.

પહેલી બે કલાકમાં 8.77 ટકા જ મતદાન નોંધાયું છે. જૂનાગઢ કોર્પોરેશનમાં 2.38 લાખ ઉમેદવારો નોંધાયેલા છે, જેમાં 1.25 લાખ પુરૂષ મતદારો, 1.15 લાખ મહિલા મતદારો કુલ 2.38 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા માટે એનસીપી નેતા રેશમા પટેલ પહોંચ્યા હતા. જ્યાં મતદાન મથક બહાર લોકો દ્વારા વિરોધ કરાયો હતો. જેના બાદ વિરોધ કરવા આવેલ લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાતા પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી