જૂનાગઢમાં ખેલાશે રાજકીય જંગ, 159 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો..

જૂનાગઢમાં 21 જુલાઈએ યોજાયેલા મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનનું આજે પરિણામ આવશે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઇ છે. મનપાની ચૂંટણીમાં કુલ 159 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે.
મહાનગરપાલિકાની 14 વોર્ડની 56 બેઠકો માટે મતગણતરી યોજોશે. આ ચૂંટણીમાં સરેરાશ 50 ટકા મતદાન થયુ હતુ. તો મહાનગરપાલિકાની 15 બેઠકમાંથી એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે. જ્યારે વોર્ડ નંબર-3ના ભાજપના ત્રણ ઉમેદવાર બિનહરીફ જાહેર થતા ચૂંટણી યોજાઈ નથી.

મહાપાલિકા બન્યા બાદ ભાજપે 2 વખત સત્તા મેળવી છે. તો કોંગ્રેસને એક વખત સત્તા મળી છે. જો કે આ વખતના ચૂંટણી જંગમાં NCP પણ મેદાનમાં છે. ત્યારે મનપાની ચૂંટણીમાં ભાજપના 56 ઉમેદવાર, કોંગ્રેસના 52, NCPના 25, અપક્ષના 25 અને CPI(M)ના 3 ઉમેદવારના ભાવિનો આજે ફેંસલો થશે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી