જૂનાગઢ: પ્રવીણ રામની આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી

ગોપાલ ઇટાલિયાની હાજરીમાં વિધિવત રીતે જોડાયા

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની જેને પગલે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત પક્ષોએ ચૂંટણી જીતવા અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. બીજી બાજુ આજે જૂનાગઢ ખાતે આંદોલનકારી પ્રવીણ રામે આજે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયાની હાજરીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. તેમજ બે દિવસ અગાઉ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવ્યા એ સમયે પ્રવીણ રામે બેઠક કરી હતી.

આપમાં જોડાતા રામે કહ્યું કે, મારી રાજકારણમાં એન્ટ્રી થવાના પગલે અનેક લોકોને ગમશે નહીં પરંતુ હું સંપૂર્ણ તૈયારી સાથે આવ્યો છું. આગામી વર્ષે 2022 ગુજરાતમાં લોકો માટે કામ કરનારી આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા પ્રયત્ન કરીશ. છેલ્લા ઘણા સમયથી પ્રવીણ રામ રાજકીય પાર્ટીમાં જોડાવાના છે તેવી ચર્ચાએ જોર પકડયું હતું દરમ્યાન આજે પ્રવીણ રામ આપ પાર્ટીમાં જોડાતા આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકાય ગયું છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દિલ્હીના મુંખ્યમંત્રી અને આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા તે સમયે જાણીતા પત્રકાર ઇશુદાન ગઢવી પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

 52 ,  1