જૂનાગઢ : સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીનો આપઘાત, કારણ અકબંધ

જવાહર રોડ સ્વામિનારાયણ મંદિરમાં છાત્રનો આપઘાત

જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો છે. મંદિરના રૂમ નંબર-15માં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. અમરેલી જિલ્લાના બગસરાના આસપાસના ગામડામાં રહેતો હોવાની માહિતી સામે આવી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, બગસરા તાલુકાનો વિદ્યાર્થી ધોરણ 10માં નાપાસ થયા બાદ ટ્યુશનની તૈયારી કરતો હતો. અભ્યાસ કરતા વિદ્યાર્થીના મંદિરમાં આપઘાતથી ચકચાર મચી ગઈ છે. આપઘાતના કારણ ને લઈને અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.

આપઘાત કરનાર મૃતકનું નામ ઉત્સવ છે. વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ છે. હાલ આ મામલે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

 69 ,  1