જુનાગઢ : માતાની સામે જ કાતિલ પુત્રએ બાપને ઉતારી દીધા મોતને ઘાટ

માળિયા હાટીના જૂથળ ગામે પુત્રએ છરીના ઘા મારી પિતાની કરી હત્યા

જુનાગઢમાં સનસની ઘટના સામે આવી છે. માળિયા હાટીના તાલુકાના જૂથળ ગામે પુત્રએ માતાની સામે જ પિતાને ઉપરાછાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ગણતરીની જ કલાકોમાં પોલીસે હત્યારા પુત્રને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં પિતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. જેનું સમન્સ નિકળતાં પુત્ર ઉશ્કેરાયો હતો. અને પિતાનીજ બંડીમાં છૂપાવેલી છરી ખેંચી તેમની છાતીમાં ખોસી દીધી હતી.

બનાવની વિગતો એવી છે કે, માળીયા હાટીનાના જુથળ ગામે રહેતા વૃદ્ધ મેરામણભાઈ જીવાભાઈ કાથડને પુત્રએ છરીના ઘા ઝીંકતા તેમની હત્યા થઈ હતી. તેનો હત્યારો દીકરો ગોવિંદ અદાવતને લઈને અદાવત રાખીને બેઠો હતો. ત્યારે મોડી સાંજે ઘરમાં પરીવાર એક સાથે હતા. જેમાં ગોવિંદ અને તેના પિતા મેરામણ અને તેના પત્ની વિજયા બેન પણ હતા, ત્યારે અચાનક ઝગડો વધી જતા માતાની સામે જ પોતાના બાપને છાતીના ભાગે છરીના ઘા માર્યા હતા.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, માળિયા હાટીના તાલુકાનાં જૂથળ ગામે રહેતા મેરામણભાઈ જીવાભાઈ કાથડ (ઉ. 50) અને તેમના પુત્ર ગોવિંદભાઈ (ઉ. 20) વચ્ચે અવારનવાર નાના મોટા ઝઘડા થતા રહે છે. અગાઉ મેરામણભાઈએ પુત્ર ગોવિંદ સામે પોલીસ ફરિયાદ પણ કરી છે. આ વાતનું પણ ગોવિંદને મનદુ:ખ ચાલતું હતું. મેરામણભાઈ પાસે એક મોટરકાર છે.

ગોવિંદે ઘણી વખત પિતા પાસે કારની માંગણી કરી. પણ મેરામણભાઇ તેને કાર નહોતા આપતા. આથી પણ ઝઘડો થતો. દરમ્યાન મેરામણભાઇએ ગોવિંદ સામે નોંધાવેલી ફરિયાદમાં ગોવિંદને સમન્સની બજવણી થઇ હતી. આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થતાં ગોવિંદે મેરામણભાઇને ઝાપટ મારી જમીન પર પછાડી દીધા હતા. અને મેરામણભાઇએજ પોતાની બંડીમાં રાખેલી છરી ગોવિંદે ખેંચી તેમની છાતીમાં ખોસી દીધી હતી. આથી મેરામણભાઇનું મોત નિપજ્યું હતું.

માળીયા હાટીના પોલીસ સ્ટેશન મૃતક મેરામણ ભાઈના પત્ની વીજીયા બેનેએ પુત્ર ગોવિંદ વિરુધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. હાલ પોલીસે 302 નો ગુન્હો માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર