ત્રીજી આંખે જોયું: કઇ રીતે થઇ યુવાનની હત્યા…

જૂનાગઢમાં સરાજાહેર એક યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવતા દહેશત મચી ગઇ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જૂનાગઢમાં પેટ્રોલ પંપ પાસે ધોળા-દિવસે એક યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું એટલું જ નહીં ફાયરિંગ બાદ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તો બીજી તરફ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓમાં અનવરશા ફકીર, સમીર હનીફ, જમાલ જુસબ દલને પકડી પાડવામાં આવ્યા છે અને અન્ય એક ઈરફાન મુંજકા નામના શખ્સની શોધખોળ ચાલુ છે. ઘટના પેટ્રોલ પંપ ઉપર બનતા તાત્કાલિક પોલીસ દોડી ઘટના સ્થળેથી આરોપીઓને પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી પિસ્તોલ અને છરી કબ્જે કર્યા હતા.

આ ઘટનામાં પેટ્રોલ ભરવા આવેલ અન્ય યુવાન પણ ઘાયલ થયો હતો, તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

 37 ,  3