સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં ભડકો, પાટીદાર નેતા નિતિન ફળદુએ આપ્યું રાજીનામું

કડવા પાટીદારોને અન્યાય થવાનું કારણ ધરીને આપ્યું રાજીનામું

સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. ત્‍યારે જૂનાગઢ જિલ્લામાંથી સતાઘારી ભાજપ પાર્ટી માટે માઠા સમાચાર આવ્‍યા છે. જેમાં 2017ની ભાજપમાંથી વિઘાનસભા ચૂંટણી લડી ચુકેલા અને જિલ્લાના પૂર્વ મહામંત્રી એવા કડવા પાટીદાર સમાજના આગેવાન નિતિન ફળદુએ ભાજપમાંથી રાજીનામું આપતો પત્ર જાહેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે નરેન્‍દ્ર મોદી સાહબેને અપશબ્દો કહેનાર ધારાસભ્યને ભાજપમાં લઇ ખુબ મોટું પાપ થયુ છે. કડવા પાટીદાર સમાજને પાર્ટી દ્વારા કરાઇ રહેલ અન્‍યાય સાથે વર્તમાન ધારાસભ્યની નિતી રિતીથી નારાજ થઇ રાજીનામું આપ્‍યુ હોવાનું જણાવ્યું છે.

જૂનાગઢ ભાજપના પૂર્વ મહામંત્રી નિતિન ફળદુએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને લખેલા રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, છેલ્‍લા ઘણા સમયથી ભાજપ પાર્ટી દ્વારા કડવા પટેલ સમાજને અન્‍યાય થતો હોય તેના ચોકકસ કારણો ઘણા સમયથી જાણવા મળેલ છે. પાટીદાર આંદોલન સમયે ગમે તેવા પડકાર જીલીને પણ ભાજપ પાર્ટી સાથે રહ્યો હતો. તેમ છતાં જિલ્લા સંગઠન તથા ચુંટાયેલા ધારાસભ્ય દ્વારા પાટીદાર સમાજને રાજકીય રીતે ખુબ મોટું નુકસાન ચાલી રહ્યુ છે. પાટીદાર અનામત આંદોલનમાં જે લોકોએ પાટીદાર સમાજનો ઉપયોગ કરી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી વિજેતા બનેલા અમુક લાલચું વ્‍યક્તિઓ આજે તે જ લોકો ભાજપ પાર્ટીમાં ટીકીટ આપવાની શરતે જોડાયેલા હોય એ ખુબ દુ:ખની બાબત છે.

પત્રમાં વઘુમાં જણાવ્યું કે, ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી સૌથી વઘારે નરેન્‍દ્ર મોદી સાહબેને અપશ્‍બદો કહેવા અને નામ ખરાબ કરવું તેવા ધારાસભ્યને ભાજપમાં લઇ ખુબ મોટું પાપ થયુ છે. આ ધારાસભ્ય હાલની પરિસ્‍થ‍િતિએ પોતાની વિઘાનસભામાં સ્‍વતંત્ર અઘિકાર આપી ભાજપ પાર્ટીએ ભુલ કરી છે. સંગઠનના કાર્યક્રમો, ખાતમુર્હતના કાર્યક્રમો તેમજ અન્‍ય કોઇપણ જાહેર કાર્યક્રમોમાં જિલ્લા સંગઠન, ભાજપ પાર્ટીના દરેક સમાજના આગેવાનો તથા કોઇપણને જાણ કર્યા વગર પોતાની મનમાની ચલાવે છે. ભાજપમાં આ ધારાસભ્યને કારણે જુથવાદ, જ્ઞાતિવાદ જેવા અનેક પ્રકારના વિવાદો થયા છે. રાજીનામું આપવાનાં ઘણા બઘા કારણો છે કે આવનારા સમયમાં ભાજપ પાર્ટીને નડતરરૂપ થશે. આ બઘી બાબતોને ઘ્‍યાને લઇને મારૂ રાજીનામું સ્‍વીકારવા નમ્ર અરજ છે.

 81 ,  1