પ.બંગાળમાં હવે મમતા સામે ડોક્ટરો પણ જંગે ચઢ્યા, ચારનાં રાજીનામા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ હડતાળ કરી રહેલા ડોક્ટર્સને ગુરુવાર બપોર સુધી કામ પર પરત ફરવાનું એલ્ટીમેટમ આપ્યું છે. ડોક્ટર્સે તેમના સહયોગીઓ સાથે મારઝૂડનો વિરોધ કર્યો છે. મમતાએ કહ્યું કે, જો ડોક્ટર્સ આદેશનું પાલન નહીં કરે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.

ડોક્ટરોને મમતા બેનરજીએ ચાર કલાકમાં હડતાળ પાછી ખેંચી લેવાનુ અલ્ટી મેટમ આપ્યુ છે ત્યારે મમતા બેનરજીથી ડરી જવાની જગ્યાએ હવે આ હડતાળમાં હોસ્પિટલના સિનિયર ડોક્ટરો કુદી પડ્યા છે અને ચાર સિનિયર ડોક્ટરોએ રાજીનામા આપી દીધા છે.

મંગળવારે જૂનિયર ડૉક્ટરોની હડતાળ શરૂ થઈ હતી. એક દર્દીના ઇલાજ બાદ તેના મૃત્યુપર્યન્ત પરિજનોએ ડૉક્ટર સાથે મારામારી કરી હતી. ડૉક્ટર સાથે થયેલી મારપીટ બાદ અન્ય ડૉક્ટરોએ બુધવારથી સ્વાસ્થ્ય સેવા ઠપ કરી નાંખી હતી. જોકે, ઇમર્જન્સી વિભાગ ખુલ્લો હતો. ડૉક્ટરોની ઉપસ્થિતીમાં નહિવત્ત હોવાના કારણે દર્દીઓને મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો.

ડોકટરોની હડતાળના પગલે બુધવારથી હોસ્પિટલમાં તબીબી સેવાઓ ઠપ થઈ ગયેલી છે. મામલો ત્યારે વણસ્યો હતો જ્યારે એક 85 વર્ષીય દર્દીની મોત બાદ એક ઈન્ટર્ન ડોક્ટર સાથે દર્દીના પરિવારજનોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ઈન્ટર્નને માથામાં ઈજા થઈ છે અને તે કોમામાં છે.

 11 ,  1