વલસાડ : લંપટ શિક્ષક લગ્ન પહેલા જ થયો જેલ ભેગો, જાણો વિગત

શિક્ષક જાન લઈને જાય તે પહેલાં જ પોલીસ વરઘોડો લઈને પહોંચી, દુષ્કર્મના આરોપમાં ધરપકડ

શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના નવસારીમાંથી સામે આવી છે. ગુરૂને જ્યારે માતા પિતાથી પણ ઉંચુ સ્થાન મળ્યું છે ત્યારે આ લંપટ ગુરૂએ સંબંધો લજવ્યા છે. કળીયુગી શિક્ષકે પોત પ્રકાશયું, ગુરુ શિષ્યના સંબંધને લાંછન લાગ્યું છે. લગ્નની લાલચ આપી વલસાડના શિક્ષકે બિલ્લીમોરાની વિદ્યાર્થીની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. શિક્ષકના લગ્નનની જાણ થતાં યુવતીના પરિવારજનોએ પીઠીને દિવસે શિક્ષકને મેથી પાક ચખાડ્યો હતો. સમગ્ર મામલે વલસાડ પોલીસે મધ્યસ્થી કરીને યુવતીના પરિવારને બિલ્લીમોરા પોલીસમાં કેસ દાખલ કરવાં જણાવ્યુ હતું. હાલ તો લંપટ શિક્ષકનાં લગ્ન થાય તે પહેલા જ તે જેલ ભેગો થયો છે. 

બનાવની વિગતે વાત કરીએ તો વલસાડના છીપવાડ વિસ્તારમાં આવેલા નવકાર એપાર્ટમેન્ટમાં રહેતા મયુર રાણા નામના એક શિક્ષક નવસારી જિલ્લાના બીલીમોરાની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શિક્ષક મયુર રાણા પર શાળાની એક 16 વર્ષની વિદ્યાર્થિનીની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. જે બાદમાં વિદ્યાર્થિનીના પરિવારજનો શિક્ષકના લગ્ન ચાલી રહ્યા હતા ત્યારે જ ત્યાં પહોંચી ગયા હતા. પીડિતના પરિવારજનો પહોંચ્યા ત્યારે શિક્ષકના લગ્ન લેવાઈ રહ્યા હતા અને પીઠીની વિધિ ચાલી રહી હતી. આ વખતે જ પીડિતાના પરિવારજનો પોલીસને લઈને લગ્ન મંડપમાં પહોંચ્યાં હતાં.

પરિવારજનોએ પીઠી ચોળાવી રહેલા વરરાજા એવા શિક્ષકની ત્યાં જ ધોલાઇ કરી હતી. જેના કારણે લગ્ન મંડપમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસ પણ જાણે પૂરી તૈયારી સાથે પહોંચી હોય તેમ પરિસ્થિતિ વણસે તે પહેલા જ પીઠી ચોળેલા વરરાજાને પોલીસની ગાડીમાં ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

આ કેસમાં પોલીસે પીઠી ચોળેલા વરરાજાની જ ધરપકડ કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. વલસાડ પોલીસે કાર્યવાહી કર્યા બાદ મામલો નવસારી જિલ્લાનો હોવાથી વલસાડ પોલીસે આરોપી વરરાજા શિક્ષક મયુર રાણાને નવસારી પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરી હતી.

 80 ,  1