જસ્ટીસ પિનાકી ચંદ્ર ઘોષ બન્યા દેશના પહેલા લોકપાલ, રામનાથ કોવિંદે લેવડાવ્યા શપથ

દેશના પહેલા લોકપાલ તરીકે પિનાકી ચંદ્ર ઘોષે શપથ ગ્રહણ કર્યા છે. જસ્ટિસ ઘોષને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકપાલ તરીકે શપથ લેવડાવ્યા હતા.આ પ્રસંગે પીએમ મોદી પણ હાજર રહ્યા હતા. જસ્ટિસ ઘોષ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના જજ પણ રહી ચુક્યા છે.

જસ્ટિસ ઘોષને લોકપાલ નિયુક્ત કરવાની સાથે સાથે ન્યાયિક સભ્યો તરીકે જસ્ટિસ દિલીપ ભોંસલે, જસ્ટિસ પ્રદીપ મોહંતી, જસ્ટિસ અભિલાષા કુમારી, જસ્ટિસ અજય ત્રિપાઠી પણ રહેશે. કમિટીના ચાર બીજા સભ્યોમાં દિનેશ જૈન, અર્ચના સુંદરમ, મહેન્દ્ર સિંહ, ડોક્ટર ઈન્દ્રજિત ગૌતમનો સમાવેશ થયો છે.

 55 ,  3