જસ્ટિસ રમન્ના બનશે દેશના આગામી CJI!

જસ્ટિસ બોબડેએ દેશના નવા મુખ્ય ન્યાયાધીશ માટે સરકારને કરી સિફારીશ 

સુપ્રીમ કોર્ટના સીનિયર જસ્ટિસ એન.વી. રમન્ના દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બની શકે છે. હાલના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેએ પોતાના ઉત્તરાધિકારી તરીકે જસ્ટિસ રમન્નાના નામની ભલામણ કરી છે. CJI બોબડે 23 એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યા છે.

જસ્ટિસ નાથુલાપતિ વેંકટ રમન્નાને 2 ફેબ્રુઆરી 2017ના રોજ સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યા હતા. હાલ તેમના કાર્યકાળના બે વર્ષ બચ્યા છે. તેઓ 26 ઓગસ્ટ 2022ના રોજ નિવૃત્ત થશે. તેઓએ 10 ફેબ્રુઆરી 1983માં વકાલતની શરૂઆત કરી હતી. જ્યારે ચંદ્રબાબૂ નાયડૂ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતા તે સમયે જસ્ટિસ રમન્ના આંધ્ર પ્રદેશ સરકારના એડિશનલ એડવોકેટ જનરલ હતા.

 53 ,  1