Review:‘કબીર સિંઘ’માં શાહીદનું શાનદાર પર્ફોમન્સ તો પણ અધવચ્ચેથી છોડીને ભાગી ઓડિઅન્સ

ફિલ્મ રિવ્યૂ : – કબીર સિંહ

રેટિંગ : – 3.5/5

સ્ટારકાસ્ટ : – શાહિદ કપૂર, કિઆરા અડવાણી, સુરેશ ઓબેરોય

ડિરેક્ટર : – સંદિપ વાંગા

પ્રોડ્યૂસર : – ભૂષણ કુમાર

સંગીત : – મિથુન, અમાલ મલિક, વિશાલ મિશ્રા

જોનર : – ડ્રામા

શાહિદ કપૂર તથા કિઆરા અડવાણીની ફિલ્મ ‘કબીર સિંહ’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની ઓફિશિયલ હિંદી રીમેક છે. આ ફિલ્મને પણ સંદિપ વાંગાએ જ ડિરેક્ટ કરી છે.

ફિલ્મની સ્ટોરી કંઇક આવી છે…

આ ફિલ્મની વાર્તા એક હોંશિયાર મેડિકલ વિદ્યાર્થી કબીર સિંહ (શાહિદ કપૂર)ની આસપાસ ફરે છે. કબીર એક યુવતીના પ્રેમના ચક્કરમાં પોતાનું જીવન તથા કરિયર બરબાદ કરી નાખે છે. સંદિપે આ ફિલ્મમાં માત્ર થોડો જ ફેરફાર કર્યો છે. બાકી સીન ઓરિજિનલ ફિલ્મમાંથી કોપી કરવામાં આવ્યા છે. ઓરિજનલ ફિલ્મમાં હિરો તેલુગુ પરિવારમાંથી આવે છે અને તેની પ્રેમિકા શેટ્ટી પરિવારમાંથી આવતી હોય છે. હિંદીમાં કબીર હિંદુ હોય છે અને પ્રીતિ (કિઆરા અડવાણી) શીખ પરિવારમાંથી આવે છે. કબીર પ્રતિભાશાળી હોય છે અને તેણે દિલ્હી મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હોય છે, કારણ કે તેને દિલ્હીની ઠંડી પસંદ છે. કબીર એક ધનવાન બાપનો બગડેલો છોકરો છે. તેનો ગુસ્સો નાક પર જ હોય છે. તે પોતાની મનમાની કરે છે. જ્યારે કોલેજના ડીન (આદિલ હુસૈન) કબીરને એન્ગર મેનેજમેન્ટની સલાહ આપે છે તો કબીર તેમને જવાબ આપે છે કે તે માત્ર અન્યાય સામે લડે છે. કબીરનું કેરેક્ટ ઘણું જ રસપ્રદ છે.

એક્ટિંગ

ઓરિજનલ ફિલ્મના હિરો વિજયની પર્સનાલિટી અને એટીટ્યૂડ શાહિદ કપૂરમાં જોવા મળતો નથી. જોકે, શાહિદની સખ્ત મહેનત જરૂરથી ફિલ્મમાં દેખાઈ આવે છે.

‘કબીર સિંહ’ જોઇને એક યુઝરે લખ્યુ છે કે, ફિલ્મ ઇન્ટરવલમાં જ છોડીને નીકળી ગયો. હાલમાં મે જેટીલ ફિલ્મો જોઇ છે તેમાં સૌથી ખરાબ છે. ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાને જાણવું જોઇએ કે, આ ફિલ્મે એક મહિલા તરીકે મારી અંદર નકારાત્મક ભાવનાઓની સુનામી લાવી દીધી છે. મારી માનસીક હાલત ખરાબ કરી દીધી છે.

એક તરફ શાહિદનાં પરફોર્મન્સને સારુ ગણાવી રહ્યાં છે તો બીજી તરફ ફિલ્મને હથોડો કહી રહ્યાં છે. ફિલ્મ જોઇને નીકળેલાં લોકોએ તેને ઘણાં ખરાબ રિવ્યુ આપ્યાં છે. ઓડિયન્સ કહે છે કે, આ ફિલ્મ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની રિમેક છે. ફિલ્મનાં સોન્ગથી આકર્ષાઇને ગાય હતાં પણ ફિલ્મ એક હથોડો છે.

 12 ,  1