September 26, 2022
September 26, 2022

‘કબીર સિંહ’ની કમાલ, 200 કરોડનો આંકડો કર્યો પાર,વર્ષની સૌથી વધારે જોવામાં આવેલી ફિલ્મ બની

શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ’એ ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને તેની સાથે જ આ વર્ષની સૌથી વધારે જોવામાં આવેલી ફિલ્મ બની ગઇ છે. આ અઠવાડિયાની કમાણી પર નજર કરીએ તો કબીર સિંહે સોમવારે 9.07 કરોડ અને મંગળવારે 8.31 કરોડ રૂપિયાનુ કલેક્શન કર્યું હતું. તેની સાથે જ ફિલ્મની કુલ કમાણી 198.95 કરોડ રૂપિયા થઇ ગઇ હતી.

હવે આ ફિલ્મે 200 કરોડની ક્લબમાં એન્ટ્રી લઇ લીધી છે. શાહિદની કબીર સિંહે બુધવારે 7.53 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું, જે બાદ ફિલ્મની કુલ કમાણી 206.48 કરોડ રૂપિયા થઇ ગઇ છે. કબીર સિંહ વર્ષ 2019ની સૌથી ઝડપી 200 કરોડ કમાનારી ફિલ્મ બની ગઇ છે. તેની સાથે જકબીર સિંહ વર્ષ 2019વી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ પણ બની છે. આ શાહિદની પહેલી સોલો ફિલ્મ છે. જેને 200 કરોડ રૂપિયાની કમાણી કરી છે.


કબીર સિંહને ભારતમાં 3123 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. તેલુગુ બ્લોકબાસ્ટર ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક, કબીર સિંહ, એક સર્જનની કહાની છે. જે તેની પ્રેમિકાથી દૂર થયા બાદ બરબાદીનો રસ્તો અપનાવી લે છે અને દારૂના નશામાં રહે છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી