‘કબીર સિંહ’ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી રણબીર કપૂર સાથે કામ કરશે

ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘કબીર સિંહ’ આ વર્ષની અત્યારસુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. હવે એવું જાણવા મળી રહ્યું છે કે, તેઓ રણબીર કપૂર સાથે કામ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બન્ને વચ્ચે કોઈ ફિલ્મના વિષય પર ચર્ચા થઇ છે, પરંતુ આ બાબતે વધુ જાણકારી બહાર આવી નથી.

એવું માનવામાં આવે છે કે, સંદીપની નેક્સ્ટ ફિલ્મને પણ કબીર સિંહના મેકર્સ બનાવશે.સંદીપે જણાવ્યું છે કે, તેની આગામી ફિલ્મ ક્રાઇમ-થ્રિલર હશે અને સાથે જ તે ‘અર્જુન રેડ્ડી’ની સિક્વલ પર પણ કામ શરૂ કરવાના છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી