September 27, 2020
September 27, 2020

વધુ એક અભિનેતા થયો ‘સુશાંત’ : ‘સાસ ભી કભી બહુ થી’ના એક્ટર સમીર શર્માએ કર્યો આપઘાત

TV એક્ટર સમીર શર્માએ કરી આત્મહત્યા, મનોરંજન જગતમાં શોકની લાગણી

‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી..’ના ફેમ ટીવી અભિનેતા સમીર શર્માએ આત્મહત્યા કરી લીધી છે. તેણે મુંબઈમાં પોતાના ઘરે પંખે લટકીને મોતને વહાલું કર્યું છે. 44 વર્ષીય સમીર શર્માએ બુધવારે રાત્રે મલાડ પશ્ચિમ સ્થિત તેમના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સમીરે શા કારણથી આત્મહત્યા કરી તેનો ખુલાસો હજૂ સુધી થયો નથી.

હજુ અભિનેતા સુશાંતની આપઘાતના આઘાતમાંથી બહાર નથી આવ્યા ત્યારે વધુ એક અભિનેતાએ સુસાઇડ કરી લેતા મનોરંજન જગતમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. મલાડ પોલીસના જણાવ્યા મુજબ, સમીર આ વર્ષે ફેબ્રુઆરીમાં એપાર્ટમેન્ટ ભાડે લીધો હતો. નાઇટ ડ્યુટી દરમિયાન ચોકીદારે સમીર શર્માનો મૃતદેહ લટકતો જોયો.

સુત્રો મુજબ, સમીર શર્મા કોઈ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા હતા. આ કારણે તે થોડા સમયથી પરેશાન ચાલી રહ્યા હતા. જોકે બાદમાં ઠીક થઈ ગયા હતા અને પોતાના કામકાજ પર પરત ફર્યા હતા. મુંબઈ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

 422 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર