ભાજપના કથિત કાર્યકરનો સત્તાનો કૈફ, હવામાં કર્યો ગોળીબાર : જુઓ Video

ગાંધીનું ગુજરાત હવે યુપીના માર્ગે…! બંદૂકોની ધણધણાતી, વધુ એક વીડિયો વાયરલ

અમદાવાદમાં જાણે કે કાયદાનો કે પોલીસનો ડરના હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસ એક પછી એક ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે. બર્થ ડે પાર્ટીમાં, સામાજિક પ્રસંગમાં કે પછી શોખ માટે હવામાં ફાયરિંગ કરવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં ફાયરિંગના ત્રણ વીડિયો અને હાથમાં પિસ્તોલ જેવું હથિયાર લઈ રોફ જમાવતા યુવાનનો વીડિયો એમ કુલ ચાર વીડિયો વાયરલ થયા છે. ત્યારે હવામાં ફાયરિંગ કરતાં યુવાનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જોકે આ વિડિયો પૂર્વ વિસ્તારનો હોવાની આશંકા છે.

વાઇરલ વીડિયોમાં દેખાતો શખ્સ વટવા વિસ્તારનો ભાજપનો કાર્યકર ગોપાલ મહેરિયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે આ બાબતે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ મામલે પોલીસ હજી અંધારામાં વટવા પોલીસ આ બાબતે હજી સુધી કોઈ જાણકારી મેળવી શકી નથી.

બાપુનગરમાં બર્થ ડે પાર્ટીમાં જાહેરમાં તલવારથી કેક કટિંગ કર્યા બાદ હવામાં ફાયરિંગ, દાણીલીમડામાં એક સામાજિક પ્રસંગમાં હુક્કાબારની મોજ અને વરરાજાનું હવામાં ફાયરિંગ, મેઘાણીનગરમાં યુવાનનું શોખ માટે ફાયરિંગ બાદમાં સેટેલાઈટમાં પોલીસ અધિકારી તરીકે રોફ જમવતા યુવાનનો પિસ્તલ જેવા હથિયાર સાથેનો વીડિયો વાયરલ થયો હતો. એક પછી એક ફાયરિંગના વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં આદેશ બાદ આરોપીઓ સામે સખત કાર્યવાહી પણ કરવામાં આવી છે.

જોકે, આ બાદ પણ વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવાન હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. જોકે, પોલીસ તપાસ બાદ જ હકીકત બહાર આવશે કે આ યુવાન કોણ છે અને તેની પાસે રહેલ હથિયાર ક્યાંથી અને શા માટે લાવ્યો છે.

 92 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર