બંગાળ પ્રભારી પદેથી કૈલાશ વિજયવર્ગીયની થઇ શકે છુટ્ટી..!

કમલનાથ સરકારને મોદીએ ઉથલાવી- એવું નિવેદન પ્રભારીને ભારે પડી શકે

ભાજપના મધ્યપ્રદેશના નેતા કૈલાશ વિજયવર્ગીયને બંગાળની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે તેવી શક્યાતા જોવાઇ રહી છે. મધ્યપ્રદેશમાં આ નેતાએ તેવો બફાટ કર્યો હતો કે, કોંગ્રેસના સીએમ કમલનાથની સરકાર ઉથલાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા મુખ્ય હતી. તેમના આવા બફાટથી અને આવા ઉચ્ચારણ સાથેનો વીડિયો વાયરલ થતાં ભાજપમાં એવી ચર્ચા છે કે બંગાળની જવાબદારી સંભાળનાર આ નેતાને જો બંગાળમાં પ્રચાર માટે ઉતારવામાં આવશે તો વાયરલ વીડિયોનો લાભ મમતા સરકાર અને ટીએમસી લઇ શકે.

મમતાનો ગઢ બંગાળ જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. અને ભાજપને સત્તા મળે એમ જણાઇ રહ્યું છે ત્યારે બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય દ્વારા કમલનાથ સરકારને ઉથલાવવાનું કામ પીએમ મોદીએ કર્યું એવા બફાટથી ભાજપને રાજકિય નુકસાન થઇ શકે, જો કે મધ્યપ્રદેશ ભાજપે એવો બચાવ કર્યો કે વિજયવર્ગીય દ્વારા આવું નિવેદન હસી મજાકમાં આપવામાં આવ્યું છે. પરંતુ તેને કોઇ માનવા તૈયાર નથી.

બંગાળમાં ટીએમસી અને સીએમ મમતા સરકાર ભાજપને પછડાત આપવા તેમની ખામીઓ શોધી રહી છે. ત્યારે બંગાળના પ્રભારી વિજયવર્ગીય દ્વારા મોદીને સંડોવતું નિવેદન ટીએમસીને રાજકિય લાભ અપાઇ શકે તેથી આ વાયરલ વીડિયો બંગાળમાં મોટા પાયે પહોંચાડવાના પ્રયાસો પણ ટીએમસી કરી શકે.

 16 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર