ઓરિસ્સાના BJDના મુખ્યમંત્રી નવીન પટનાયકે એવો સવાલ કર્યો છે કે ઓરિસ્સાના મુખ્ય ચૂંટણી અધિકારીએ ખેડૂતો માટેની Krushak Assistance for Livelihood and income Augmentation (Kalia) યોજના પર આચાર સંહિતાનું કારણ દર્શાવી પ્રતિબંધ મુક્યો છે. પરંતુ કેન્દ્ર સરકારની પણ આવીજ ખેડૂતો માટેની PM કિસાન સન્માન નિધિ યોજના પર પ્રતિબંધ કેમ નહીં?
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની ખેડૂતો માટેની રોકડ સહાયની યોજનાનો અમલ ચાલુ છે બીજા તબ્બકામાં ખેડૂતોને બે હજાર મળવાના છે. શું એ આચાર સંહિતાનો ભંગ નથી? જો Kalia પર પ્રતિબંધ મુકવામાં આવે તો કેન્દ્રની યોજનાઓ પર પણ પ્રતિબંધ મુકવો જોઈએ.
82 , 3