ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરનારા કાલીચરણની ધરપકડ

મધ્યપ્રદેશના ખજૂરાહોથી રાયપુર પોલીસે દબોચી લીધો

ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરનારા કાલીચરણને આખરે ધરપકડ કરવામાં આ્યો છે. આ અગાઉ તે ફરાર થઈ ગયો હતો. હવે વિગતો આવી રહી છે કે, કાલીચરણને રાયપુર પોલીસે ખજૂરાહોમાંથી દબોચી લીધો છે.

મહાત્માં ગાંધી પર અમર્યાદિત ટિપ્પણી કરનારા કાલીચરણ મહારાજ વિરુદ્ધ રાયપુર સહિત દેશના કેટલાય ભાગોમાં તેના પર કેસ કરવામાં આવ્યો હતો. કાલે સાંજે વિગતો આવી હતી કે કાલીચરણ મહારાજ રાયપુરમાંથી ફરાર થઈ ગયો છે. જે બાદ રાયપુર પોલીસે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં તેની શોધ ચાલુ કરી હતી.

કાલીચરણ મહારાજ વિરુદ્ધ રાયપુરમાં કલમ 505 (2) અને કલમ 294 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. રાયપુરના પૂર્વ મેયર અને હાલના સભાપતિ પ્રમોદ દુબેએ તેમના પર FIR કરી હતી.

રાયપુરમાં થયેલી ધર્મ સસંદમાં કાલીચરણે મહાત્મા ગાંધીને લઈને અપશબ્દ કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઈસ્લામનો ટાર્ગેટ રાજનીતિના માધ્યમથી રાષ્ટ્ર પર કબ્જો કરવાનો છે. આપણી આંખોની સામે તેમણે 1947માં કબ્જો કરી લીધો. તેમણે પહેલા ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધો. તેમણે રાજનીતિ દ્વારા બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર કબ્જો કરી લીધો હતો. હું નાથૂરામ ગોડસેને નમન કરૂ છું કે, તેમણે તેને….મારી નાખ્યો.

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી