મધ્ય પ્રદેશમાં બીજેપીને ફટકો, ભાજપના 2 MLA કમલનાથ સરકારમાં જોડાયા

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર ધરાશાયી થયા પછી મધ્યપ્રદેશના વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે કમલનાથ સરકારને પાડવાની ચેતવણી આપી છે. તેમને બુધવારે વિધાનસભામાં કહ્યું કે, જો અમારા ઉપરવાળા નંબર 1 અને 2નો આદેશ હશે તો કોંગ્રેસની સરકાર 24 કલાક પણ નહીં ચાલે.

મધ્ય પ્રદેશ વિધાનસભામાં કમલનાથ સરકારે બીજેપીની સરકાર પાડવાની ધમકીનો આજે જ જવાબ આપી દીધો છે. દંડ વિધિ સંશોધન વિધેયક ઉપર મત વિભાજનમાં બીજેપીના બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસના પક્ષમાં વોટ કર્યો હતો. આ પછી મીડિયા સામે કહ્યું હતું કે અમે ઘરે પાછા પરત ફર્યા છીએ. વિધેયકના પક્ષમાં 122 વોટ પડ્યા હતા.

ક્રિમિનલ લો (અમેન્ડમેન્ટ) બિલ પર મતદાન દરમિયાન મૈહરના ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠી અને બ્યોહારીમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય શરદ કૌલે કમલનાથ સરકારનો સાથ આપ્યો હતો.

નારાયણ ત્રિપાઠીએ જણાવ્યું કે, “ભાજપ સતત જૂઠા વચનો આપે છે અને ખુદનો પ્રચાર કરે છે. મારે મારા મતવિસ્તાર મૈહરનો વિકાસ કરવાનો છે અને હું મુખ્યમંત્રી કમલનાથની સાથે છું.”

બીજા ધારાસભ્ય શરદ કૌલે જણાવ્યું કે, “આ બાબત તેમની ‘ઘર વાપસી’ જેવી છે, કેમ કે તેઓ અગાઉ પણ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે.”

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી