September 20, 2021
September 20, 2021

CA ફાઈનલની પરીક્ષામાં ભાઈ-બહેનની જોડીનો કમાલ, નંદિની બની દેશની ટોપર અને….

દેશના ટોપ 50 રેન્કમાં અમદાવાદના ચાર વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યુ

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI)દ્વારા ગત જુલાઈમાં લેવાયેલી CA ફાઈનલની જુના અને નવા કોર્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. જેમાં મઘ્યપ્રદેશમાં રહેતા ભાઈ-બહોનની જોડીએ સીએ ફાઈનલ પરીક્ષામાં મોટો મુકાસ હાસિંલ કર્યો છે. CAની ફાઈનલ એક્ઝામમાં સમ્રગ દેશમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે જ્યારે તેના ભાઈએ દેશમાં 18મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાએ સોમવારે સીએ ફાઈનલ અને ફાઉન્ડેશનું પરિણામ જાહેર કર્યું હતું.

નંદિની 800માંથી 614 અંક મેળવતા દેશમાં પ્રથમ સ્થાને રહી છે. નંદિની જણાવ્યું કે મારી અને ભાઈનું નસીબ સારુ હતું કે અમને પહેલા પ્રયાસમાં જ સફળતા મળી છે. જોકે, આ પ્રકારની પરીક્ષામાં બે-ત્રણ વાર પ્રયાસ કરવા પડે છે. જુના કોર્સનું માત્ર ૧.૫૭ ટકા અને નવા કોર્સનું ૧૧.૯૭ ટકા પરિણામ રહ્યુ છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે પણ ભાઈ-બહેનને સફળતા અંગે બધાઈ આપી શુભેચ્છા પાઠવી છે.

દેશના ટોપ ૫૦ રેન્કમાં અમદાવાદના ચાર વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યુ છે.આ સેશનની પરીક્ષાના પરિણામ સાથે દેશભરમાં કુલ ૧૦૧૬૫ વિદ્યાર્થી સીએ બન્યા છે.

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા સીએ ફાઉન્ડેશન, ઈન્ટર અને ફાઈનલની પરીક્ષાઓ દર વર્ષે મે-જુન અને નવેમ્બર-ડિસેમ્બરમાં એમ બે વાર લેવાય છે ત્યારે કોરોનાને લીધે આ વર્ષે પણ મે-જુનની પરીક્ષાઓ ખોરવાઈ હતી અને જુલાઈમાં લેવાઈ હતી. જુલાઈમાં લેવાયેલી સીએ ફાઈનલની નવા અને જુના કોર્સની પરીક્ષાનુ આજે પરિણામ જાહેર થયુ છે.જેમાં જુના કોર્સમાં ગુ્રપ-૧માં ૧૨૫૫૬ વિદ્યાર્થીમાંથી ૧૩૪૮ પાસ થતા ૧૦.૭૪ ટકા, ગુ્રપ-૨માં ૧૭૦૪૪માંથી ૨૧૯૪ પાસ થતા ૧૨.૮૭ ટકા અને બોથ ગુ્રપમાં ૩૯૪૯ વિદ્યાર્થીમાંથી માત્ર ૬૨ ટકા જુના કોર્સનું એકંદર પરિણામ માત્ર ૧.૫૭ ટકા રહ્યુ છે. જુના કોર્સમાં દેશભરમાંથી ૪૬૧૩૯ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયા હતા.

 41 ,  1