September 20, 2021
September 20, 2021

કંદહાર હાઇજેક માસ્ટરમાઇન્ડનો દીકરો બન્યો અફઘાનનો રક્ષા મંત્રી

તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરનો દીકરો મુલ્લા યાકુબ નવા રક્ષા મંત્રી

24 ડિસેમ્બર 1999ના રોજ પાકિસ્તાની આતંકવાદીઓએ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC-814 ને જૈશ એ મોહમ્મદના આતંકી મસૂદ અઝહર, અલ ઉમર મુઝાહિદ્દીનના નેતા મુશ્તાક અહેમદ જરગર અને અલકાયદાના નેતા અહમદ ઉમર સઈદ શેખને છોડાવવા માટે હાઈજેક કરી લીધી હતી. નેપાળની રાજધાની કાઠમંડૂથી ઉડેલા આ વિમાનને આતંકીઓ અફઘાનિસ્તાનના કંધારમાં લઈ ગયા હતા. ત્યારે  કંધારમાં તાલિબાનનું રાજ હતું. આ ત્રણેય આતંકીઓ ભારતીય જેલમાં બંધ હતા. આ ફ્લાઈટમાં 176 મુસાફરો સવાર હતા. જેમને હાઈજેકર્સે 7 દિવસ સુધી બંધક બનાવીને રાખ્યા હતા. 

ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ આ હાઈજેકિંગ ઓપરેશનને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ની મદદથી અંજામ અપાયું હતું. મુલ્લા ઉમર આ ઓપરેશનનો માસ્ટર માઈન્ડ હતો. જ્યારે વિમાન કંધાર પહોંચ્યું તો તાલિબાની આતંકીઓએ વિમાનને ચારેબાજુથી ટેંકોથી ઘેરી લીધુ હતું. જ્યારે ભારતે હાઈજેકર્સને પહોંચી વળવા માટે સૈન્ય કાર્યવાહી કરવાની વાત કરી તો તાલિબાન અને મુલ્લા ઉમરે તેની મંજૂરી આપી નહીં. હવે આ જ મુલ્લા ઉમરનો પુત્ર મુલ્લા મોહમ્મદ યાકુબ અફઘાનિસ્તાનનો રક્ષામંત્રી હશે. 

મુલ્લા યાકુબ સિવાય સિરાઝુદ્દીન હક્કાની જેને અફઘાનિસ્તાનના ગૃહમંત્રી બનાવ્યા છે તે પણ ખતરનાક આતંકી છે. સિરાઝુદ્દીન હક્કાની એ હક્કાની નેટવર્કનો ચીફ છે. જેનું પાકિસ્તાન સમર્થન કરે છે. સિરાઝુદ્દીન હક્કાની અને મુલ્લા યાકુબ બને ઇચ્છતા હતા કે અફઘાનિસ્તાનમાં એવી સરકાર બને જેનો સૈન્ય દ્રષ્ટિકોણ હોય અને તેના નેતા સેનાની સાથે રહે. સંયુકત રાષ્ટ્રના એક રિપોર્ટના મતે મુલ્લા યાકુબ તાલિબાનનો નેતા બનવાની ઇચ્છા ધરાવે છે.

 24 ,  1