મોબ લિંચિગ: 49 હસ્તીઓના લેટરના વિરોધમાં હવે 61 સેલેબ્સનો ખુલ્લો પત્ર

નવી દિલ્હી: હાલમાં જ 49 મોટી હસ્તીઓએ દેશનાં વડાપ્રધાનને ભીડ દ્વારા હિંસા રોકવા અંગે એક પત્ર લખ્યો હતો. હવે ‘ખાસ મામલે આલોચના અને વિરોધ’ કરવાનો આરોપ લગાવતા 61 અન્ય હસ્તિઓએ ઓપન લેટર લખ્યો છે. પત્રનું શિર્ષક છે ‘Against Selective Outrage and False Narratives’.

પીએમને લખવામાં આવેલા આ લેટરમાં કહેવામાં આવ્યું છે કે 49 હસ્તીઓએ જે પત્ર લખ્યો છે તે સિલેક્ટિવ ગુસ્સો તથા ખોટી રીતે વાતને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પત્રને લખનારી હસ્તીઓમાં બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ, ગીતકાર પ્રસૂન જોષી, ક્લાસિકલ ડાન્સર અને સાંસદ સોનલ માનસિંહ, વાદક પંડિત વિશ્વ મોહન ભટ્ટ અને ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર, વિવેક અગ્નિહોત્રી જેવાં લોકો શામેલ છે.

આ પત્રમાં પુછવામાં આવ્યું છે કે, જ્યારે આદિવાસીઓનાં માઓવાદી નિશાને બનાવે છે ત્યારે લોકો કેમ ચુપ રહે છે. આ પત્રમાં વધુ લખવામાં આવ્યું છે કે, કાશ્મીરમાં જ્યારે લગાવવાદિઓએ સ્કૂલ બંધ કરી દીધી ત્યારે આ લોકો ક્યાં હતાં. તેમની સાથે જ JNUમાં જ્યારે નારેબાજી થઇ હતી તેને લઇને સવાલ ઉઠ્યા હતાં આખરે લોકોએ દેશનાં ટુકડાં કરવાનાં નારા પર કેમ વાત નહોતી કરી.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી