September 26, 2022
September 26, 2022

‘જજમેન્ટલ હૈ ક્યા’ની પ્રેસ કોન્ફરન્સ બની યુદ્ધમેદાન

કંગના રનૌત ખાસ્સા સમયથી વિવાદોમાં છે. રવિવારે 7 જુલાઈએ કંગનાની ‘જજમેન્ટલ હૈ ક્યા’ ફિલ્મનું નવું ગીત વખરા સ્વેગ રિલીઝ થયું. આ ગીતના લોન્ચ કરવાનાં સમયે પ્રેસ કોન્ફરન્સમાં આવેલા એક રિપોર્ટર સાથે કંગનાની બોલાચાલી થઈ ગઈ.

કંગનાએ એક પત્રકાર પર આરોપ લગાવ્યો કે તે જાણી જોઈને મારા વિશે જેમ તેમ લખે છે. જેનાં કારણે મારી ઈમેજ અને બ્રાન્ડ ખરાબ થઈ રહી છે. તમે મારી વેનમાં આવ્યા હતા. આપણે સાથે લન્ચ કર્યું હતું. ત્રણ કલાકનાં એ ઈન્ટરવ્યું પછી બધી વસ્તુ બદલાઈ ગઈ. મે મણિકર્ણિકા કરીને કોઈ ભૂલ કરી શું??

કંગના અને રિપોર્ટર્સ વચ્ચે થયેલી આ બબાલને શાંત કરવા માટે આવેલા હોસ્ટ પર પણ મીડિયાવાળા ભડકી ગયાં. આ પછી તમામ મામલાને એકતા કપૂરે શાંત પાડ્યો.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી