September 24, 2020
September 24, 2020

ડ્રગ્સ મામલે કંગના રનૌત સામે તપાસના આદેશ

મહારાષ્ટ્ર સરકાર આપ્યા આદેશ, મુંબઈ પોલીસ કરશે તપાસ

બોલીવુડ અભિનેત્રી કંગના રનોતની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. અભિનેત્રીની મુંબઈ સ્થિત ઓફિસ પર BMCની ટીમના દરોડા બાદ હવે મહારાષ્ટ્ર સરકારે એક્ટ્રેસ સામે ડ્રગ્સ મામલે તપાસના આદેશ આપ્યા છે. મહારાષ્ટ્ર સરકારે કંગનાના ડ્રગ કનેક્શન અંગે તપાસ શરૂ કરી છે. રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ તપાસ અધ્યાય સુમનના જૂના ઇન્ટરવ્યુના આધારે હાથ ધરવામાં આવી રહી છે.

ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું હતું કે, કંગના રનૌતનો સંબંધ શેખર સુમનના દીકરા અધ્યયન સુમન સાથે હતો. અધ્યયન સુમને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કંગના રનૌત ડ્રગ્સ લેતી હતી અને મને પણ ઘણી વખત જબરદસ્તીથી ડ્રગ્સ આપવાનો પ્રયત્ન કર્યો.

અનિલ દેશમુખે કહ્યું કે, આ વાતની તપાસ અમારી મુંબઈ પોલીસ કરશે. આ પ્રકારનું નિવેદન મેં વિધાનસભામાં કર્યું.

BMCએ ફટકારી નોટિસ

કંગનાને બીએમસી તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. બીએમસી પ્રમાણે કંગના રનોતની ઓફિસ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. કંગનાની ઓફિસ પર બીએમસીએ નોટિસ મારી દીધી છે. બીએમસીનું માનવું છે કે કંગનાની ઓફિસમાં અલગ રીતે પાર્ટિશન કરવામાં આવ્યું છે. બાલકની એરિયાનો રૂમની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીએમસીનું માનવું છે કે ઓફિસ નિર્માણમાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. 

શિવસેના અને કંગના રનોત વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી શાબ્દિક પ્રહાર ચાલી રહ્યો છે. હવે બીએમસીએ કંગનાની મુશ્કેલી વધારવાનું કામ શરૂ રહ્યું છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટના સેક્શન 354 (A) હેઠળ કંગના પોતાના ઘરેથી ઓફિસનું કોઈ કામ કરી શકે નહીં. નોટિસમાં તેવું લખવામાં આવ્યું છે કે, આગામી 24 કલાકની અંદર કંગનાએ પોતાની ઓફિસના કન્સટ્રક્શન અને રિઇનોવેશન સંબંધિત તમામ ડોક્યૂમેન્ટ બીએમસી ઓફિસમાં જમા કરાવવાના છે. 

 46 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર