September 19, 2020
September 19, 2020

કંગના વિરુદ્ધ મુંબઇમાં FIR દાખલ, CM વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ

CM વિરુદ્ધ અભદ્ર ભાષાનાં ઉપયોગ બદલ કંગના વિરૂદ્ધ ફરિયાદ દાખલ

અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બનતો જઇ રહ્યો છે. ત્યારે હવે મુંબઇમાં કંગના વિરૂદ્ધ FIR દાખલ કરાિ છે. કંગના પર CM ઉદ્ધવ ઠાકરેેને ‘તૂ’ અને અપમાનજનક ટિપ્પણીને લઇ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કંગનાનાં બાન્દ્રા સ્થિત બંગલાનાં કથિત રીતે ગૈરકાયેદસર ભાગને તોડી પાડ્યો હતો. મુંબઇ આવ્યા બાદ કંગનાએ ટ્વિટ પર વીડિયો વાયરલ કરી શિવસેના તથા મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વાક યુદ્ધ છેડી દીધુ હતું. એટલું જ નહીં શિવસેનાને બાબરની સેના કહી, મુંબઇને પાકિસ્તાન સાથે સરખાવ્યું હતું. મુંબઇના એક વકીલે કંગનાના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. FIRમાં જણાવ્યું છે કે એક મુખ્યમંત્રી વિરૂદ્ધ આવા શબ્દોનો ઉપયોગ કરવો તે અપમાનજનક છે.

આપને જણાવી દઇએ કે, હાલમાંજ કંગનાને Y પ્લસ સુરક્ષા મળી છે. તે મુંબઇ એરપોર્ટની બહાર તે Y પ્લસ સુરક્ષા સાથે નીકળી હતી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહ્યો છે. તો એરોપર્ટ પર શિવસેના દ્વારા કંગનાનાં કાળા ઝંડા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો જ્યારે કંગનાનાં સમર્થકોએ શિવસેનાનો વિરોધ કર્યો હતો. કરણીસેનાનાં કાર્યકર્તાઓ પણ કંગનાનાં સમર્થનમાં ઉતર્યા હતાં.

કંગનાએ શિવસેનાનાં મુખ્યમંત્રી ઠાકરેને સંબોધતા કહ્યું હતું કે, ‘ઉદ્ધવ ઠાકરે, તને શું લાગે છે, તે ફિલ્મ માફિયાની સાથે મળીને મારું ઘર તોડ્યુ છે તો મારાથી મોટો બદલો લઇ લીધો છે.. .આજે મારું ઘર તુટ્યું છે.. કાલે તારો ઘમંડ તુટશે. આ સમયનું ચક્ર છે.. યાદ રાખજે, હમેશાં એક જેવું નથી રહેતું.’ હાલમાં પણ કંગના મુંબઇમાં જ છે અને બંને પક્ષોમાં વાક યુદ્ધ ચાલુ છે. જાણો આ કેસની પળ પળની અપડેટ

 79 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર