September 27, 2020
September 27, 2020

અભિનેત્રી કંગના રનૌતને મળી Y શ્રેણીની સુરક્ષા, કહ્યું – અમિત શાહે બેટીના વચનોનું માન રાખ્યું

 કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કંગના રનૌતને Y કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને ગૃહ મંત્રાલય તરફથી વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. થોડાક દિવસોથી કંગનાને ધમકીઓ મળી રહી છે. જેથી ગૃહ મંત્રાલયે તેને વાય કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, ગત એક સપ્તાહથી કંગના અને શિવસેનાના સાંસદ સંજય રા.તની વચ્ચે વાક યુદ્ધ ચાલી રહ્યું છે. કંગનાને સંજય રાઉત તરફથી મુંબઈ ન આવવાની ધમકી આપવામાં આવી છે.

હકીકતમાં કંગના રનૌત અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ છે. સંજય રાઉતે કંગનાને મુંબઇ ન આવવાની શિખામણ આપી હતી. જેના પર કંગનાએ મુંબઇ આવવાનો પડકાર ફેંક્યો. 

આ સમગ્ર વિવાદ બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કંગના રનૌતને વાય કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. કંગનાની સુરક્ષામાં 11 જવાન તૈનાત રહેશે. જેમાંથી એક કે બે કમાન્ડો રહેશે અને બાકીના પોલીસકર્મી હશે. તેનું નોટિફિકેશન થોડા સમયમાં જાહેર થઈ શકે છે. કહેવાય છે કે 9મી સપ્ટેમ્બરે જ્યારે કંગના મુંબઇ પહોંચશે ત્યારે તેને વાય શ્રેણીની સુરક્ષા મળી જશે. 

વાય શ્રેણીની સુરક્ષા મળ્યા બાદ કંગના રનૌતે કહ્યું કે આ પ્રમાણ છે કે હવે કોઈ દેશભક્ત અવાજને કોઈ ફાસીવાદી કચડી શકશે નહીં. હું અમિત શાહજીની આભારી છું. તેઓ ઈચ્છત તો સ્થિતિ જોતા મને થોડા દિવસ બાદ મુંબઇ આવવાની સલાહ આપત પરંતુ તેમણે ભારતની એક દિકરીના વચનોનું માન રાખ્યું, અમારા સ્વાભિમાન અને આત્મસન્માનની લાજ રાખી. જય હિન્દ.

હકીકતમાં ખુબ ચર્ચિત સુશાંત સિંહ રાજપૂત કેસમાં કંગના રનૌતે શરૂથી પોતાનો અવાજ બુલંદ રાખ્યો છે. તેણે બોલિવૂડ માફિયા, નેપોટિઝમ અને હવે ડ્રગ્સ મુદ્દે ખુલીને પોતાની વાત રજુ કરી છે. કંગનાના આ નિવોદનના કારણે સેલિબ્રિટીના નિશાને તો તે આવી જ ગઈ પરંતુ સાથે સાથે કેટલાક રાજકીય પક્ષોની સાથે પણ શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું. 

આ જ કડીમાં કંગના રનૌત અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. સંજય રાઉતે કંગનાને મુંબઇ ન આવવાની સલાહ આપી દીધી તો કંગનાએ તેમને મુંબઇમાં આવવાનો પડકાર ફેંકી દીધો. ત્યારબાદ કંગનાએ એક વીડિયો શેર કરીને કહ્યું પણ ખરું કે સંજય રાઉતનો અર્થ મહારાષ્ટ્ર નથી. 

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર