September 23, 2020
September 23, 2020

મહારાષ્ટ્ર : રાજ્યપાલને મળી કંગના રનૌત, ન્યાયનો વિશ્વાસ જતાવ્યો

રાજ્યપાલ સાથે મુલાકાત બાદ કંગનાએ કહ્યું – મને આશા છે કે ન્યાય મળશે

અભિનેત્રી કંગના રનૌતે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. કંગનાએ મુલાકાત દરમિયાન તેની ઓફિસમાં બીએમસીએ કરેલી તોડફોડની કાર્યવાહીને લઈ રાજ્યપાલ સામે પોતાનો પક્ષ રાખ્યો હતો.

BMCએ કંગનાની પાલી હિલ સ્થિત ઓફિસને ગેરકાયદે બતાવીને તોડી પાડી હતી. આ મામલે કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે સીધે સીધી તકરાર સર્જાઈ હતી. ભગત સિંહે પણ બીએમસીએ કરેલ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરેના પ્રમુખ એડવાઈઝર અજોય મેહતાને બોલાવીને નારાજગી વ્યક્ત કરી હતી. આ સિવાય કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ મહારાષ્ટ્રના ગવર્નર પાસેથી કંગનાની ઓફીસને ખોટી રીતે પાડવા મુદ્દે વળતરની માંગ કરી હતી. 

કંગનાએ મુલાકાત કર્યા બાદ કહ્યું કે હું ગવર્નર કોશ્યારીને મળી અને મારા સાથે અન્યાય વિશે જણાવ્યું. મને આશા છે કે મને ન્યાય મળશે જેથી તમામ નાગરિકોનો વિશ્વાસ સિસ્ટમમાં પાછો આવે. હું ભાગ્યશાળી છું કે રાજ્યપાલે પુત્રીની જેમ મારી વાત સાંભળી.

ઉલ્લેખનીય છે કે, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર અંગે કંગનાનાં એક હાલનાં જ નિવેદને લઇ ભારે વિવાદ સર્જાયો હતો. કંગનાએ દાવો કર્યો હતો કે, તે મુંબઇમાં અસુરક્ષિત અનુભવું છું. જે બાદ શિવસેનાનાં નેતા સંજય રાઉતે તેને મુંબઇ પરત ન આવવા કહ્યું, રાઉતનાં આ નિવેદન બાદ એક્ટ્રેસે મુંબઇની સરખામણી પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીર (Pok) સાથે કરી હતી.

આ વિવાદ વચ્ચે BMCએ કંગનાના ઓફિસમાં થયેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું. ત્યાર બાદ કંગના અને શિવસેનાની બોલાચાલી વધી ગઈ હતી. કંગનાએ BMCની કાર્યવાહી પર કહ્યું હતું કે મુંબઈની સરખામણી PoK સાથે કરવામાં તેણે કંઈ ખોટું કર્યું નથી.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર