September 27, 2020
September 27, 2020

કંગના પહોંચી મુંબઇ, શિવસેનાએ કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ

એરપોર્ટ પર વિરોધ, શિવસેનાએ કંગના વિરુદ્ધ નારેબાજી કરી કાળા વાવટા ફરકાવ્યા

ભારે વિરોધ બાદ અભિનેત્રી કંગના રનૌત મુંબઇ એરપોર્ટ પર પહોંચી છે. કંગનાના આગમણ પહેલા એરપોર્ટ પર ભારે વિરોધ સર્જાયો હતો. શિવસેના સહિત અન્ય પાર્ટીના કાર્યકર્તાઓએ પોસ્ટર્સ તથા કાળા ઝંડા સાથે કંગાના વિરૂદ્ધ સુત્રોચાર કર્યા હતા. તો બીજી તરફ કરણીસેના સમર્થનમાં આવી હતી. જો કે બાદમાં કંગનાને સહિ સલામત એરલાઇન્સની ગાડીમાં એરપોર્ટ બહાર કાઢવામાં આવી હતી.

જણાવી દઇએ, મુંબઇ પહોંચે તે પહેલા BMCએ કંગનાની ઓફિસમાં તોડફોડની કાર્યવાહી કરી હતી. જો કે બાદમાં કોર્ટે કાર્યવાહી પર સ્ટે મુક્યો હતો. બીએમસીએ બાંદ્રા વેસ્ટ પાલી હિલ રોડ પર સ્થિત કંગના રનોતના ગેરકાયદેસર નિર્માણ પામેલી ઓફિસમાં તોડફોડ કરી હતી. આ વચ્ચે કંગનાએ BMCની ટીમને બાબરની સેના કહી હતી. એટલું જ નહીં BMCની કાર્યવાહી પર કંગનાએ મહારાષ્ટ્ર સરકાર અને બીએમસીને પાકિસ્તાન સાથે સરખાવ્યું હતું.

શિવસેનાએ કાળા ઝંડા લઈને કંગના વિરુદ્ધ નારેબાજી કરી ભારે વિરોધ જતાવ્યો હતો. રામદાસ આઠવલેની આરપીઆઈના કાર્યકરો પણ હાજર હતા.

બોમ્બે હાઇકોર્ટે BMCની કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના મુંબઇ સ્થિત ‘મણિકર્ણિકા ફિલ્મ્સ’ ઓફિસને બીએમસીએ કથિત રીતે બિનકાયદેસર નિર્માણને તોડી દીધું છે. આ વચ્ચે બોમ્બે હાઇકોર્ટે બીએમસીની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. આ રોક ગુરુવાર બપોરે 3 વાગ્યા સુધી લગાવવામાં આવી છે. જોકે, બીએમસીએ આ અગાઉ પોતાની કાર્યવાહી પુરી કરી લીધી હતી.

હાઇકોર્ટે કંગનાની ઓફિસમાં બિનકાયદેસર નિર્માણ તોડવામાં ઉતાવળ કરવા માટે બીએમસી પાસે જવાબ માંગ્યો છે. આવતીકાલે બીએમસીએ તેનો જવાબ આપવો પડશે

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર